કાર્સનલ અને વહીવટી સુધારણા વિભાગના નિયમ 56 હેઠળ નાણા મંત્રાલયે આ ઓફિસરોને સમય પહેલા જ નિવૃતિ આપી દીધી છે. નિયમ 56 હેઠળ નિવૃત કરાયેલા તમામ અધિકારીઓ IT વિભાગમાં ચીફ કમિશ્નર, પ્રિન્સિપલ કમિશ્નર અને કમિશ્નર જેવા પદ પર ફરજ બજાવી રહ્યા હતા.
આવક વિભાગના કલંકિત 12 ટોચના અધિકારીઓને નિવૃત્ત કરી દીધા - GOverment of india
ન્યૂઝ ડેસ્કઃ નિર્મલા સીતરમણે નાણાપ્રધાનના શપથ લીધા બાદ પોતાની જવાબદારી સંભાળી લીધી છે. તેમણે સોમવારે આવક વિભાગના 12 ટોચના અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત્ત કર્યા છે.

આવક વિભાગ
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ અધિકારીઓ પર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને અગણિત સંપત્તિ અને યૌન શોષણ જેવા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા. આ 12 અધિકારીઓમાં અશોક અગ્રવાલ (IRS 1985), એસકે શ્રીવાસ્તવ (IRS 1989), હોમી રાજવંશ (IRS 1985), બીબી રાજેન્દ્ર પ્રસાદ, અજૉય કુમાર સિંહ, બી. અરુલપ્પા, આલોક કુમાર મિત્ર, ચાંદર સેન ભારતી, અંડાસુ રવિન્દ્ર, વિવેક બત્રા, સ્વેતાભ સુમન અને રામકુમાર ભાર્ગવનો સમાવેશ થાય છે.