આંધપ્રદેશ: વિશાખાપટ્ટનમના એલજી પોલિમર કંપનીમાં ગેસ લીકેજના મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં આંધ્રપ્રદેશ પોલીસે કંપનીના સીઇઓ અને ટેકનિકલ ડાયરેક્ટર સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, 7 મેના રોજ વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર કંપનીના એક પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે 11 લોકોના મોત થયા હતા.
વિશાખાપટ્ટનમ ગેસ લીક કેસઃ પોલિમર કંપનીના CEO, ટેકનિકલ ડાયરેકટર સહિત 12ની ધરપકડ
આંધ્રપ્રદેશ પોલીસે એલજી પોલિમર કંપનીમાં ગેસ લીકેજના મામલે પોલિમર કંપનીના સીઈઓ, ટેકનિકલ ડાયરેકટર સહિત 12 લોકોની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, 7 મેના રોજ વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
LG પોલિમર ગેસ લિકેજ
જ્યારે કંપનીની આસપાસથી 3 હજાર લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા હતાં. આ દુર્ઘટના 7 મેના રોજ સવારે 2.30 વાગ્યે થઇ હતી. આ ગેસની લપેટમાં સેંકડો લોકો આવી ગયા હતા અને ઘણા લોકો બેહોશ થઈ ગયા હતાં.
નોંધનીય છે કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક રાસાયણિક પ્લાન્ટમાંથી ગેસ લીકેજ થતા લગભગ 5 કિલોમીટરના એરિયામાં ફેલાઇ ગયો હતો. જેમાં 11 લોકોના મોત થયા તથા લગભગ 1,000 લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિત અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.