ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપુરામાં BSFના 12 જવાનો કોરોના પોઝિટિવ - પોઝિટિવ

ત્રિપુરાના ધલાઈ જિલ્લાના અંબાસા ખાતે 138મી બટાલિયનના 2 BSF જવાનને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. જે બાદ રવિવારે આ જ બટાલિયનના અન્ય BSFના 12 જવાનોના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

COVID-19
કોરોના પોઝિટિવ

By

Published : May 4, 2020, 9:53 AM IST

અગરતલા: ત્રિપુરામાં રવિવારે વધુ 12 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાનોએ કોવિડ-19 માટેનું પરીક્ષણ કર્યું છે. એક દિવસ પહેલા BSFના 2 જવાનોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વધુ 12 નવા કેસો સાથે ત્રિપુરા રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.

ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે રવિવાર મોડી સાંજે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે, ચેતવણી! 138મી #BSF એકમ અંબાસાના 12 જવાનો #કોવિડ 19 પોઝિટિવ મળ્યાં છે. ત્રિપુરામાં કુલ #કોવિડ-19 પોઝિટિવ કેસ છે. ગભરાશો નહીં, સરકારી માર્ગદર્શિકાને અનુસરો. અમે તમારી સલામતી માટે કામ કરી રહ્યા છીએ. #ત્રિપુરાકોવિડ-19.

બધા નવા કોવિડ-19 કેસો 138મી બટાલિયનના BSF જવાન છે. આ બટાલિયનમાંથી શનિવારે છેલ્લા 2 કોરોના વાઈરસના ચેપગ્રસ્ત દર્દી સામે આવ્યા હતા.

કોરોના-19 નોડલ ઓફિસર ડૉ. દીપકુમાર દેબબર્માએ જણાવ્યું હતું કે, નવા સામે આવેલા કોરોના વાઈરસના દર્દીઓ ધલાઈ જિલ્લાના અંબાસા ખાતે BSF કેમ્પની અંદર ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા.

દેબબર્માએ જણાવ્યું કે, શિબિરમાંથી લગભગ 300 BSF જવાનોના સ્વેબ્સ પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા હતા. સોમવારે અહેવાલો આવશે.

ત્રિપુરામાં હાલ 527 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જેમાં 111 વિવિધ સંસ્થાકીય ક્વોરેન્ટાઈન સેન્ટર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 4,955 રિપોર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details