ઉત્તર પ્રદેશઃ કુશીનગર જિલ્લામાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર બિહારના પ્રવાસી શ્રમિકોને લઇને જઇ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ડઝન જેટલા લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી સામે આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પ્રવાસી મજૂરોને લઇને બિહાર જઇ રહેલી બસ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉભેલા ટ્રક સાથે અથડાતા અકસ્તમાત સર્જાયો હતો. બસ વધુ સ્પીડમાં હોવાથી આગળના ભાગે બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.