મહાસમુંદ: મુંબઇથી પશ્ચિમ બંગાળના મૈત્રીપુર જઇ રહેલા પરપ્રાંતિય મજૂરોને લઇને જતી બસ અકસ્માતનો ભોગ બની હતી. એન.એચ.-53 પર કુહરી અને છછાનની વચ્ચે બસ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે. તેમજ 1 વ્યકિતને ફેક્ચર થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં 26 લોકો સવાર હતા.
મહાસમુંદમાં પરપ્રાંતિયને લઇને જતી બસ પલટી ગઈ, 12 ઘાયલ - Bus carrying migrant workers overturned, 12 injured in Mahasamund
મુંબઇથી પશ્ચિમ બંગાળ જઇ રહેલા પરપ્રાંતિય મજૂરોને લઇને જતી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે.
મહાસમુંદમાં પરપ્રાંતિયને લઇને જતી બસ પલટી
જાણકારી અનુસાર ડ્રાઇવરને ઊંધ આવવાથી આ અકસ્માત થયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બીજી બસ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.