તેલગંણા: તેલંગણામાં જયશંકર-ભૂપાલપલ્લી જિલ્લામાં શનિવારે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં 10 ખેડૂતો ફસાયા હતા. જેમને હેલીકૉપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા છે. જિલ્લાના કુંદનપલ્લી ગામના ખેડૂતો ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા, ત્યારે અટાનક પૂર આવતા ખેડૂતો પાણીમાં ફસાયા હતાં.
તેલંગણાઃ પૂરમાં ફસાયેલા 10 ખેડૂતોનું હેલીકોપ્ટરથી રેસ્કયૂ - નદીઓમાં પુર
તેલંગણામાં ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા 10 ખેડૂતોને હેલીકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યાં છે. કુંદનપલ્લી ગામના ખેડૂતો ખેતર કામ માટે ખેતરમાં ગયા હતા. જ્યાં પૂર આવતા ખેડૂતો પાણીમાં ફસાયા હતાં.
તેલંગણા
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પંચાયત રાજ પ્રધાન દયાકર રાવ અને ટીઆરએસ ધારાસભ્ય ગંદ્રવેંકટ રામન રેડ્ડીએ રાજ્યના શહેર વહીવટ પ્રધાન કે.ટી.રામારાવ સાથે વાતચીત કરી હતી. દયાકર રાવ અને ધારાસભ્યએ બચાવ કાર્ય માટે જિલ્લા અધિકારી અને પોલીસ અધિકારી સાથે વાતચીત કરી હતી. 2 હેલીકૉપ્ટરની મદદથી 10 ખેડૂતોને બચાવવામાં આવ્યાં છે.