પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સુગર ફેક્ટરીમાં કામ કરતા 12 કામદારોને શનિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 'વેક્યૂમ પૈન' સાફ કરતી વખતે ગૂંગળામણની ફરિયાદ બાદ દરેકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ ત્યારે બન્યો હતો, જ્યારે પૈન સાફ કરતી વખતે કોઈ પ્રકારનો ગેસ હવામાં ફેલાયો હતો.
બારામતી સ્થિત માલેગાંવ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર વિજય બાબલે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં વેક્યુમ પૈનની અંદર પાંચથી છ કામદારો સફાઈ કામ કરી રહ્યા હતા, ત્યારે એક ગેસ હવામાં ફેલાયો અને ગુંગળામણ થવા લાગ્યુ.