કાંકેર : કોરોનામાં બીએસએફ (BSF)ના 14 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને કારણે નક્સલવાદી મોરચે તૈનાત જવાનોમાં હડકંપ મચી ગઇ હતી.
કાંકેરના BSFના કેમ્પમાં 14 જવાનને કોરોના પોઝિટિવ - બીએસએફના 14 જવાનને કોરોના
કાંકેર જિલ્લામાં BSFના જવાનોની કોરોના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાંથી 14 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાણકારી અનુસાર બધા જવાન હાલ રજાઓમાંથી પાછા ફર્યા છે.
કાંકેરના BSFના કેમ્પમાં 14 જવાનને કોરોના પોઝિટિવ
મંગળવારે રાત્રે કાંકરેમાં 3 કોરોના પોઝિટિવ દર્દીની પુષ્ટિ થઇ હતી. જેમાં એક બીએસએફનો જવાન પણ હતો. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે બીએસએફના 11 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ 11 જવાનો હાલમાં રજાઓમાંથી પરત ફર્યા છે.
આ ઉપરાંત સવારે અન્ય 2 જવાનોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઇ હતી. પોઝિટિવ આવેલા જવાનોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ આ જવાનો જ્યાં બીએસએફની શિબિર પર હતા ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.