નવી દિલ્હી: માર્ચ મહિનામાં નિઝામુદ્દીન સ્થિત મકરઝથી 2362 લોકોને બહાર કાઢવામાં કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ કેસમાં મકરઝના વડા મૌલાના સાદ સહિત કેટલાક આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાઈ હતી. જેમાં મુખ્ય આરોપી મૌલાના સાદ હતો. આ કેસમાં કેટલાક જમાતીઓના મૃત્યુના કારણે, FIRમાં મર્ડરની કલમ પણ ઉમેરવામાં આવી હતી. આટલા મોટા કેસમાં 110 દિવસથી વધુ સમય વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
નિઝામુદ્દીન મરકઝ કેસમાં FIR નોંધાયાને 110થી વધુ દિવસ વિતી જવા છતાં મૌલાના સાદ પોલીસ પકડથી દૂર - Tablighi Chief Maulana Saad
નિઝામુદ્દીન મરકઝ કેસમાં FIR નોંધાયાને 110થી વધુ દિવસો વીતી ગયા છે. તેમ છતાં દિલ્હી પોલીસ હજી આ કેસના મુખ્ય આરોપી મૌલાના સાદ સુધી પહોંચી નથી શકી.
મૌલાના સાદના વકીલે દાવો કર્યો હતો કે તે, કોરોન્ટાઇનમાં છે. જોકે હવે તો કોરોન્ટાઇનનો સમયગાળો પણ પૂરો થઇ ગયો છે. છતાં પણ તે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો નથી. જ્યારે ક્રાઇમ બ્રાંચે મૌલાના સાદનો કોરોના રિપોર્ટ માગ્યો ત્યારે ખાનગી લેબનો રિપોર્ટ તેમને મોકલવામાં આવ્યો હતો. જોકે તે રિપોર્ટ ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્વીકારવામાં નથી આવ્યો. જે બાદ ક્રાઇમ બ્રાંચે સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું.
દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાંચે આ મામલામાં શામલીમાં સ્થિત મૌલાના સાદના ફાર્મ હાઉસ પર પણ દરોડા પાડ્યા હતા, જોકે તે ત્યારે ત્યાં હાજર ન હતો. ક્રાઇમ બ્રાન્ચ તરફથી ફટકારવામાં આવેલી નોટિસમાં સંગઠનનું સંપૂર્ણ સરનામું અને રજીસ્ટ્રેશન સાથે જોડાયેલી જાણકારીઓ, સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓની માહિતી, જેમાં ઘરનું એડ્રેસ અને મોબાઇલ નંબર પણ સામેલ હતું. મરકઝના મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની ડિટેલ માગવામાં આવી હતી. સાથે પૂછવામાં આવ્યું કે આ લોકો ક્યારથી મકરઝ સાથે જોડાયેલા છે.