નવી દિલ્હીઃ હોળીનો બીજો દિવસ એટલે ઘુળેટીનો તહેવાર. હોળીનું નામ સાંભળતા જ લોકોની આંખ સામે અબીલ ગુલાલ તરી આવે છે. મોજ-મસ્તીના તહેવાર હોળી અંગે સનાતન પરંપરામાં ઘણી માન્યતાઓ રહેલી છે. હોળીનો ઉલ્લેખ વૈદિક પુરાણમાં પણ જોવા મળે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ માન્યતાઓ સાથે હોળીનો પર્વ ઉજવાય છે.
ઉત્તરાખંડમાં હોળીનો ઉમંગ
ઉત્તરાખંડમાં અનોખી રીતે હોળી ઉજવવામાં આવે છે. આ પરંપરા સદીઓ જૂની છે. પહાડી વિસ્તારમાં હોળી એકદમ અલગ રીતે ઉજવાય છે. પહાડી વિસ્તારમાં હોળીના તહેવારની ઉજવાણી થોડા દિવસો પહેલા જ થઈ જાય છે. પહાડોની હોળીની પરંપરા કાયમ રાખવા ઉત્તરાખંડમાં યુવાનો, બાળકો ઢોલ નગારા સાથે ઘરે ઘરે જઈને હોળીની સુચનાઓ આપે છે. આ હોળીની ઉજવણી સદીઓથી ચાલી આવે છે.
હિમાચલની હોળીની ઉજવણી
આદિવાસી અંચલ વાગડમાં પથ્થરમાર લોહીની હોળી રમવામાં આવે છે. આ હોળીની ઉજવણી માં મોટી સંખ્યામાં જોડાય છે. લોકો ઢોલના તાલે એક બીજા પર પથ્થરમારો કરે છે. આ પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થાય છે. જ્યારે ચોટિલ લોકોના લોહીના ટીપા જ્યારે જમીન પર પડે છે, તેને શુકન માનવામાં આવે છે. રાજ્યના દક્ષિણાંચલ ડૂંગરપુર જિલ્લાને આદિવાસી બહુલતાના કારણે આ આદિવાસી વિસ્તાર પણ કહેવામાં આવે છે.
ઝારખંડની હોળીના રંગ
જમશેદપુરના આદિવાસી સંથાલ સમાજ બાહા સેન્દરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન ગામના લોકો પરંપરાગત તીર-કમાન અને અન્ય હથિયારો લઈ ઢોલ-નગારા વગાડી આસપાસના જંગલમાં ફરે છે. જે બાદ તેઓ ગામમાં પ્રવેશ કરે ત્યારે મહિલાઓ તેમના પગ ધોઈ તેમનું સ્વાગત કરે છે. તેમની માન્યતા મુજબ આ તહેવાર પૂર્વજોની દેન છે, જે અમે આજે પણ આ પરંપરા આગળ વધારી રહ્યા છે.