દિલ્હીમાં એક જ પરિવારના 11 લોકોને કોરોના પોઝિટિવ
જૂની દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારના ગલી ચૂડી વાલાનમાં એક જ પરિવારના 11 લોકો કોરોના પોઝિટિવ છે. આ 11 લોકોમાં 2 બાળકો પણ સામેલ છે, જેની હાલત ગંભીર છે. આ તમામ લોકોને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: જૂની દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારના ગલી ચૂડી વાલાનમાં એક જ પરિવારના 11 લોકો કોરોના પોઝિટિવ છે. આ 11 લોકોમાં 2 બાળકો પણ સામેલ છે, જેની હાલત ગંભીર છે. આ તમામ લોકોને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ પરિવારનો એક વ્યક્તિ વિદેશથી પરત આવ્યો હતો. જે બાદ પરિવારના બીજા સભ્યો સંક્રમિત થયા હતા. 18 માંથી 11 લોકો કોરોના પોઝિટિવ હતા. જેમાં એક દોઢ વર્ષ અને 12 વર્ષ એમ બે બાળકોનો સમાવેશ થાય છે. આ લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે. જેની સારવાર એલએનજેપી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. બાકીના સાત સભ્યોને ક્વૉરેન્ટીન કરવામાં આવ્યા છે.