ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં 11 દિવસના બાળકે કોરોનાને હરાવ્યો - India fights against Corona

ઉત્તરપ્રદેશના શહેર ગ્રેટર નોઇડામાં કોરોના વાઇરસના ઝડપી સંક્રમણ વચ્ચે રોગથી સ્વસ્થ થતાં લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અહીંની શારદા હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ ડીસચાર્જ થનારા લોકોમાં એક 11 દિવસનું બાળક અને એક વિદેશી પણ સામેલ છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તમામને તાળીઓ પાડી અભિનંદન આપવામાં આવ્યા હતા.

ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં 11 દિવસના બાળકે કોરોનાને આપી માત
ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં 11 દિવસના બાળકે કોરોનાને આપી માત

By

Published : Jun 4, 2020, 9:45 PM IST

ઉત્તરપ્રદેશ: ગ્રેટર નોઈડા શહેરમાં થોડા સમય પહેલા એક માતાએ બાળકને જન્મ આપ્યો હતો. બંનેની તપાસ કરવામાં આવતા તે બંને કોરોનાથી સંક્રમિત હોવાનુ નિદાન થયું હતું. ત્યારબાદ તેમને નજીકમાં આવેલી શારદા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવારના 7 દિવસ બાદ બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે માતા હજુ કોરોના સામે ઝઝૂમી રહી છે.

શારદા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોરોનાના 150 દર્દીઓ સારવાર બાદ રિકવર થયેલા છે. જેમાંથી 11 ને રજા આપવામાં આવી હતી

આ દર્દીઓમાં ઉઝબેકિસ્તાનનો પણ એક દર્દી હતો.

ABOUT THE AUTHOR

...view details