આસામમાં આવેલા પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્કનાં 80 ટકાથી વધારે ભાગ પાણીમાં ગરકાવ થયો હતો. પૂરથી પ્રાણીઓને બચાવવા સરકાર દ્વારા કેટલાક પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવાનો પ્રયત્ન કરાયો હતો. તો કેટલાક ઢોર જીવ બચાવવા પાર્કને અડીને આવેલા હાઈવે તરફ જતા રહ્યા હતાં. જેના કારણે હાઈવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં પૂરનું ધસમસતુ પાણી પ્રાણીઓને ભરખી ગયુ હતું. પાર્કના કેટલાક વિસ્તારમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે. જે ભાગમાંથી પાણી ઉતર્યા છે ત્યાંથી 109 જાનવરોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં સૌથી વધુ 86 હરણનો સમાવેશ થાય છે. તેમજ 8 ડુક્કર અને 2 શાહુડીએ પણ જીવ ગુમાવ્યા છે. વનવિભાગ દ્વારા 13 ગેંડાઓના જીવ બચાવી લેવાયા છે.
પૂર પ્રકોપ યથાવત, કાઝીરંગા નેશનલ પાર્કમાં 100થી વધુ પ્રાણીઓના મોત
ન્યૂઝ ડેસ્કઃ આસામ હાલમાં ભયાનક પૂરની ઝપેટમાં છે. સર્વત્ર પાણી-પાણીથી મોટી તારાજી સર્જાઇ છે. માણસો આ પૂરની અસરથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સૌથી કફોડી હાલત પશુઓની થઈ છે. આ પૂરને કારણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનનાં 109 પ્રાણીઓના મોત થયા છે. તો કેટલાક જાનવરોએ જીવ બચાવવા ઉંચાણવાળા વિસ્તારોને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે.
આસામ પૂર કાઝીરંગા નેશનલ પાર્કનાં 109 પ્રાણીઓને ભરખી ગયુ
હાલમાં પશુઓએ જે વિસ્તારમાં પાણી નથી તેવા ઊંચાણવાળા વિસ્તારને પોતાનો આશ્રયસ્થાન બનાવ્યું છે. ટેકરીઓ પર હરણો અને હાથીઓ સલામતી અનુભવી રહ્યા છે. જ્યાં તેમને સૌથી વધુ તકલીફ ખોરાકની પડી રહી છે. ખોરાકની અછતના કારણે આ પશુઓની હાલત દયનીય બની છે. જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી આ પ્રાણીઓનું ઘ્યાન જંગલ વિભાગ રાખી રહ્યા છે.