નવી દિલ્હી : રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલ મેડિકલ સ્ટાફના 108 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે. જેમાં ડોક્ટર, નર્સ પણ સામેલ છે. જણાવી દઇએ કે તમામ લોકો કોરોનાથી સંક્રમિત બે લોકોના સંપર્કમાં આવ્યા હતા. 108 માંથી 85ને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે જ્યારે 23 લોકો હોસ્પિટલમાં દાખલ છે.
દિલ્હીની ગંગારામ હોસ્પિટલના 108 કર્મચારીઓને ક્વોરોન્ટાઇનમાં રખાયા - કોરોના
રાજધાની દિલ્હીમાં ગંગારામ હોસ્પિટલ મેડિકલ સ્ટાફના 108 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે.
ગંગારામ હોસ્પિટલના 108 કર્મચારીઓને ક્વોરોન્ટાઇનમાં રખાયા
ઉલ્લેખનિય છે કે, દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2902 પર પહોંચી છે. જ્યારે 184 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 68 લોકોના મોત પણ નિપજ્યા છે.