નવી દિલ્હી : અત્યાર સુધીમાં 1367 કોરોના દર્દીઓ રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 1045 દર્દીઓને સોમવાર સુધી રજા આપવામાં આવી હતી. જ્યારે 91 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલમાં આ હોસ્પિટલમાં બેડની સંખ્યા 500 છે, જેમાંથી હાલમાં 160 દર્દીઓ દાખલ છે.
દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી 1000 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા
રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દિલ્હીની પહેલી આવી હોસ્પિટલ બની છે જ્યાંથી 1000 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે. સોમવારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનએ એક યુગલને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપ્યું હતું.
દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
હોસ્પિટલના 1000માં કોરોના દર્દી તરીકે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા આપતા શર્મા દંપતીને 2 જુલાઇએ જ ડિસ્ચાર્જ સ્લિપ મળી હતી, જેના પર નોડલ અધિકારી દ્વારા પણ સહી કરવામાં આવી હતી.