ન્યૂઝ ડેસ્કઃ ઓકટોબર 17, 1920ના રોજ સેવિયત યુનિયનના તત્કાલીન તુર્કિસ્તાન રિયાસતની રાજધાની તાશ્કંદમાં સાત લોકોએ ભેગા મળીને ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીની રચના કરી હતી.
આ શુરવીર ક્રાંતિકારીઓમાં એમ. એન. રોય, એલવિન ટ્રેન્ટ-રોય, અબની મુખર્જી, રોઝા ફિટિંગોવ, મોહમ્મદ અલી, મોહમ્મદ શફીક અને એપીબીટી આચાર્યનો સમાવેશ થાય છે. એવલીન અમેરિકન સામ્યવાદીને એમ.એમ. રોયના પત્ની હતા. જ્યારે રોઝા ફિટિંગોવ એ રશિયન સામ્યવાદી હતા. જેણે અબાની મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. મોહમ્મદ શફીક પાર્ટીના સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.
બન્ને સામ્યવાદી પક્ષો વચ્ચેની રચના અંગે ઉભી થયેલી મુંઝવણ
- ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની રચનાની તારીખ અંગે વિવાદ છે.
- સીપીઆઇ(એમ) કે જે 1964માં સીપીઆઇથી છુટી પડેલી પાર્ટી હતી. અને માને છે કે ઓક્ટોબર 1920માં તાશ્કંદની બેઠકમાં થયેલી પાર્ટીની રચના યોગ્ય રીતે હોવી જરુરી હતી.
- સીપીઆઈનું માનવું છે કે કાનપુરમાં વિવિધ સામ્યવાદી જૂથોની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં સીપીઆઈની રચનાની ઘોષણા કરવા માટે કરાયેલો ઠરાવ સ્વીકારવામાં આવતા રચના ડિસેમ્બર 1925થી માનવી જોઇએ.
સામ્યવાદી પક્ષોમાં 100 વર્ષના ઇતિહાસની સૌથી મહત્વની ક્ષણો
- કમ્યુનિસ્ટ પાર્ટીની રચનાના એક વર્ષમાં પ્રથમ અસર એ જોવા મળી હતી કે પાર્ટીએ તેમના ઘોષણા પત્ર અનુસાર 1921માં અમદાવાદ ખાતે યોજાયેલી નેશનલ કોંગ્રેસની બેઠકમાં ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો અને તે 1922માં ગયામાં મળેલી બેઠકમાં પણ ખુલ્લો પત્ર લખાયો હતો.
- આ ઘોષણાપત્રમાં સીપીઆઇ દ્વારા સંપૂર્ણ સ્વતંત્રતાની માગ ઉઠાવવામાં આવી હતી અને કોગ્રેસને આ સૂત્રનું કડક પાલન કરીને ખુલ્લુ સમર્થન આપવા માટે કહેવામાં આવ્યુ હતુ.
- એસ.એ.ડાંગેના નેતૃત્વમાં બોમ્બેમાં એક સક્રિય સામ્યવાદી જુથ ઉભરી આવ્યું હતુ. તે સમયે બોમ્બે કાપડનું મુખ્ય કેન્દ્ર હતુ. આ જુથમાં એસ.વી.ઘાટ, કે.એમ.જોગલેકર અને આર.એસ.નિમ્બકરનો સમાવેશ કરાયો હતો.
- 1923માં, પાર્ટીએ સમાજવાદી નામનું જર્નલ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. જેમાં તેમનું મુખ્ય કામ મજૂર વર્ગ, ખાસ કરીને બોમ્બેના ટેક્સટાઇલ મિલ કામદારો અને સોલાપુરના કામદારોના પ્રશ્નો અંગે હતુ.
- 1922થી 1924ના સમયગાળામાં બર્લિનથી રોય દ્વારા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ઘોષણા કરાયેલા ભારતીય સ્વતંત્રતા માટેના પ્રકાશન વાનગાર્ડતી ભારતમાં સામ્યવાદી પ્રચાર અને વિચારો ફેલાવવામાં મહત્વની મદદ મળી.
- બ્રિટિશ સરકારે વાનગાર્ડ દ્વારા સામ્યવાદી પાર્ટીના પ્રચાર અને વિચારોના ફેલાવાની બાબતને લઇને ઉભો થઇ રહેલો ખતરાને સમજીને વાનગાર્ડના ભારતમાં પ્રવેશ માટે પ્રતિબંધ મુક્યો હતો.
- 1925 અને 1927માં રોય અને તેમના સાથીઓએ માસ ઇન્ડિયા નામનું પત્ર પ્રકાશિત કર્યુ હતુ. જેને દેશમાં દાણચોરીથી લાવવામાં આવ્યુ અને ખાનગીમાં વહેંચણી કરવામાં આવી હતી.
- મે 1927 બોમ્બે ખાતે સીપીઆઇના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં નવા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જો કે, તે હજુ પ્રગતિમાં કે દરખાસ્તમાં નહોતું.
- પાર્ટીએ તેમના સમર્થિત એવા મહત્વના અંગ ગણાતા ત્રણ સાપ્તાહિક ગણનાબાની (બંગાળી સાપ્તાહિક), મહેનાત્કાશ (લાહોરથી ઉર્દૂ સાપ્તાહિક) અને ક્રાંતિ (બોમ્બેથી મરાઠી સાપ્તાહિક)ના પ્રકાશનની જાહેરાત કરી હતી.
- 1928માં સામ્યવાદીઓના અવિરત કામ અને રાષ્ટ્રીય ચળવળના પુનરુત્થાનભર્યા જુવાળને કારણે (દાયકાના પ્રારંભમાં અહકાર આદલન પરત ખેંચી લેવાના આંચકા બાદ) મહત્વનો ફાળો મળ્યો અને જેના કારણે મજુર વર્ગના વિરોધનું મોટું મોજુ જોવા મળ્યુ હતુ.
- 1930ના દાયકાની શરુઆતથી વલણ ચાલુ રહ્યું હતુ. 1931માં બ્રિટિશ સરકારે 2 લાખ 3 હજાર આઠ કામદારો સાથે જોડાયેલા 166 ઔધોગિક એકમો સામે કાર્યવાહી કરી હતી અને 1933માં એક લાખ 64 હજાર 938 કામદારો સાથે જોડાયેલા 146 એકમો સામે કાર્યવાહી કરી હતી.
- મોટી સંખ્યામાં આતંક વાદના કેસમાં ઘણા યુવાનોને અંદમાનની જેલમા મોકલવામાં આવ્યા હતા. એક અંદાજ મુજબ 1922થી 1941 દરમિયાન 415 રાજકીય કેદીઓ અંદમાનની જેલમાં ખુબ અમાનવીય અન બર્બરતાપૂર્વકની સ્થિતિમાં બંધ હતા. આ તમામ લોકો મોટી સંખ્યામાં કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા.
- ખાસ કરીને ત્રીસના દાયકામાં, સામ્યવાદી એકીકરણ તરીકે ઓળખાતા સામ્યવાદી જૂથે તો જેલની અંદરથી જ કામ કરવાનું શરૂ કર્યું હતુ.
- જેલમાં એક અભ્યાસુ જુથની રચના કરવામાં આવી હતી. જેમાં શોર્ય સાથે સંકળાયેલા બિજોયકુમાર સિંહાને અધ્યયન બોર્ડના સચિવ તરીકે હતા અને તે સામ્યવાદી વિચારધારા શીખવતા હતા. જેમાં કમ્યુનિસ્ટ પાર્ટીમાં ઘણી યુવતીઓ પણ આ વિચારધારા શીખવા આવતી હતી.
- તે પૈકી ચિતાગોંગ શસ્ત્રાગારના દરોડામાં સૌથી જુવાન વ્યક્તિ સુબોધ રોય હતા.
- તેઓ અન્ય અન્ય લોકો સામ્યવાદી કઇ રીતે બન્યા તેની વધુ વિગતો તેમના લેખમાં જોવા મળે છે, લોકોમાં ગણેશ ઘોષ, સતીષ પાકરાશી, ગોપાલ આચાર્ય, બંગેશ્વર રાય, અનંતાસિંહ, સુઘાંગસુ દાસ ગુપ્તા, હરે કૃષ્ણ કોનાર, ડૉ.નારાયણ રોયને અને નિરંજનસેન ગુપ્તાનો સમાવેશ થાય છે.
- 20 માર્ચ, 1929ના રોજ, બ્રિટીશ સરકાર દ્વારા ભારતના જુદા જુદા ભાગોમાંથી કુલ 31 મુખ્ય સામ્યવાદી તેમજ મજૂર નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં દેશભરમાં અનેક કચેરીઓ અને ઘરો પર એક સાથે દરોડા પાડવામાં આવતા હતા, અને તમામ લોકો પર કાવતરું ઘડવાનો આરોપ મુકાયો હતો. આ આરોપી પૈકીના 13 આરોપી સીપીઆઈના સભ્યો હતા.
- 1930માં સીપીઆઇએ એક્શન પ્લેટફોર્મ એક્શન પ્લાન પ્રકાશિત કર્યો હતો. જેમાં લોકોના વિવિધ વર્ગની સમસ્યાઓ અંગે ધ્યાન દોર્યુ હતુ અને ક્રાંતિકારી પરિવર્તનની આવશ્યકતા માટેની દલીલો વ્યક્ત કરી હતી.
- ડિસેમ્બર 1933માં કોલકતામાં સામ્યવાદીઓનું અખિલ ભારતીય સંમેલન બોલાવવામાં આવી હતી.
- બ્રિટિશ સરકારે ફરી એકવાર પાર્ટીને તોડવાનો નિર્ણય લીધો અને જુલાઇ 1934માં કમ્યુનિસ્ટ પાર્ટીને ગેરકાયદેસર પાર્ટી જાહેર કરી હતી.
- વર્ષ 1936માં બે મહત્વના ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યા હતા. જેમાં ઓલ ઇન્ડિયા કિશાન સભા ( એઆઇકેએસ) અને ઓલ ઇન્ડિયા સ્ટડુન્ટસ ફેડરેશન (એઆઇએસએફ)નો સમાવેશ થાય છે.
- 1936માં સામ્યવાદી લોકો દ્વારા ઓલ ઇન્ડિયા પ્રોગ્રેસીવ રાઇટર્સ એસોશિએશન (એઆઇપીડબલ્યુએ) બનાવવામાં આવ્યુ હતુ. જે કમ્યુનિસ્ટના પ્રભાવવાળા લેખકો માટે તૈયાર કરાયુ હતુ.
જાતિ વિરોધી સંઘર્ષમાં સામ્યવાદીઓની ભુમિકા
- કેરળમાં સામ્યવાદી નેતાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને મંદિરોમાં પ્રવેશ સહિત તમામ જાહેર સ્થળોએ દલિત જાતિ માટે સમાન અધિકાર માટેની લડતનું નેતૃત્વ કર્યુ હતુ. કે જ્યારે એક સમયે દલિતો માટે પ્રતિબંધિત હતુ.
- સામ્યવાદી નેતા એ કે ગોપાલન અને પી કૃષ્ણ પિલ્લાઇએ યુવા વયે ગુરિવાયુરમાં સત્યાગ્રહનું નેતૃત્વ કર્યુ હતુ. કંડોથમાં સંઘર્ષનું નેતૃત્વ એ કે ગોપાલન અને કે.એ.કેરાસીયને કર્યુ હતુ તો. પેલીયમ રોડ સઘર્ષમાં ટી ઇ બાલન સહિતના નેતાઓ જોડાયા હતા.
- આ સંઘર્ષોના કારણે 1936માં ત્રાવણકોરના શાસકને મંદિરમાં પ્રવેશ શરુ કરવાની ઘોષણા કરવાની ફરજ પડી હતી.
- આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાયલાસીમામાં જાતિવાદના ભેદભાવ સામેના સઘર્ષમા સામ્યવાદી નેતાઓએ મહત્વની લડાઇ લડી. જેમાં પી. સુંદરરાય અને તેમના સાથીઓ સામે વિવિધ ગામોમાં સંગઠનની કામગીરી કરી નેતૃત્વ કર્યુ.
- તમિલનાડુમાં પી જીવનનંદન સામ્યવાદી અગ્રણી નેતા બન્યા, પિરયારની આગેવાનીમાં સ્વાભિમાન આંદોલનમાં સૌથી સક્રિય કાર્યકર હતા. બીજા સામ્યવાદી નેતા બી શ્રીનિવાસ રાવે તંજાવરમાં દલિત કૃષિ કામદારોને સંગઠિત કર્યા અને જમીન માલિક કાયદા હેઠળ જાતિ સાથે જુલ્મ સામે લડત આપી હતી.
વિશાળ સંઘર્ષો સ્વતંત્રતા તરફ દોરી જાય છે
- તેલંગાણા પીપલ્સ રિવોલ્ટ (1946-1951) તેલગાણા ક્ષેત્રના 3000 ગામો અને 3 મિલિયન લોકો જમીન માલિકી હકથી વંચિત હતા. ત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી અને કિસાન સભા દ્વારા આ માટે સશસ્ત્ર લડત ચાલુ કરવામાં આવી હતી.
- સંઘર્ષ દરમિયાન, જવાબદાર જમીનમાલિકો પાસેથી લગભગ 10 મિલિયન એકર જમીન જપ્ત કરી અને લોકોમાં વહેંચવામાં આવી.
- નિરંકુશ શાસક એવા હૈદરાબાદના નિઝામે ખેડૂતો સામે તેની રજકારોની સેના ઉતારી દીધી હતી. જે બદલામાં 2000 ગોરિલા ટુકડી દ્વારા સમર્થિત 10000 ગ્રામજનોએ શક્તિશાળી સેનાને વળતી લડત આપી હતી.
- સંઘર્ષ દરમિયાન મહિલાઓએ ખુબ મહત્વની ભુમિકા ભજવી, જેમાં જમીન જપ્તીની લડતમાં સક્રિય ભાગ લીધો. આ મહિલાઓમાં સ્વરાજ્યમ, રામમૂલમા, રંગમ્મા, સવિત્રામ્મા, વેંકટમમ્મા લચ્છક્કા જેવી મહિલાઓએ રાજકીય અને લશ્કરી ટુકડીઓમાં હિસ્સા તરીકે ભાગ લીધો. અને આંદોલનકારી અને આયોજકની મહત્વની ભુમિકા ભજવી.
- તેઓએ દમન, છેડતી, દુષ્કર્મ, મારપીટ અને જેલોનો સામનો કરવો પડ્યો, જ્યારે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો પડ્યો હતો.
- લગભગ 18 મહિનાના સમયગાળાના સંઘર્ષ દરમિયાન, સમગ્ર પ્રદેશને મુક્ત કરાયો અને લોકોની સમિતિઓ દ્વારા શાસન કરવામાં આવ્યું.
- તેલંગાણા વિદ્રોહથી કૃષિ પ્રશ્ન આગળ આવ્યો અને જમીન માટે ખેડૂત સંઘર્ષની લડતની ભાવના અને તાકાતનું ઉદાહરણ પણ સામે આવ્યું
પશ્ચિમ બંગાળ
- તેભાગા સંઘર્ષ (1938-1949) એક દાયકા દરમિયાન જુદા જુદા તબક્કામાં ભાડુતી ખેડૂતો અને જમીન માલિકોની સામેની લડાઇ હતી. જેમાં ખેડૂતોએ અડધા ઉપરનો પાકનો ખર્ચ કર્યો હોવા છંતાય, તેમની લોન પર 50 ટકા વ્યાજ વસુલાયુ હતુ અને આ આંદોલન વિશાળ હતુ. જેમાં ગરીબ ખેડૂતો પર ખોટો હુકમ લાદવામાં આવ્યો હતો.
- કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળા એઆઇકેએસએ આંદોલનનું નેતૃત્વ કર્યુ હતુ. જે આંદોલન પશ્ચિમ બંગાળના 13 જિલ્લાઓમાં ફેલાયેલું હતુ. તે સમયે ઉત્પાદના ત્રણ ગણા ભાગની માંગણી જમીન ભાડૂતીખેડૂતની પાસેથી કરાતી હતી અને ખેડૂતને એક તૃતીયાંશ જ મળતુ હતુ.
- મહિલાઓએ માત્ર રક્ષક અને કુરીયર તરીકે જ નહી પણ જેસોરના સરલાબાલા પાલની જેમ પોલીસનો પ્રતિકાર કરવા માટે મહિલા બ્રિગેડનું આયોજન કરવા, જમીન માલિકોના ગુંડાઓને લડત આપીને પાક લણ્યો. જેમાં સંધાલીમાં સાંપ્રદાયિક તોફાનો સામે લડત પણ કરી હતી.
- જેમાં મુસ્લિમ લીગ પ્રાંત મંત્રાલય દ્વારા સમર્થિત જમીનમાલિકો દ્વારા હિસંક પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
- આ ઘર્ષણ દરમિયાન તમામ જિલ્લાઓ પોલીસ ફાયરીંગની 22 ઘટનાઓમાં કુલ 72 સામ્યવાદી લોકોના મરણ થયા હતા. તેમાં હિરણમયી બેનર્જી, લક્ષિયોમી દાસી, મનોરમા રોય, સરોજિની, કુંતિ હલદાર જેવી મહિલાઓએ શહીદી વહોરી હતી.
- આ ઘર્ષણ દરમિયાન ત્રણ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. માત્ર 1949માં જ ખેડૂતોની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી હતી. જમીન ખાલી કરાવવાની કાયદાને રોકવા માટે 1979માં ડાબેરી મોરચાની સરકાર દ્વારા ફરજિયાત નોંધણીનો કાયદો લાવવામાં આવ્યો હતો.