ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણના 100 દિવસ પૂર્ણ - news in Ladakh

ગત 15મી જૂને ચીનના PLA સૈનિકો સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. 16મી બિહારી રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર સહિત જવાનોનો ભોગ લેવારી એ ઘટના પછી ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાટાઘાટો ચાલતી રહી છે, જેથી સરહદે તંગદિલી વધે નહિ. પૂર્વ લદ્દાખના વિસ્તારમાં સ્થિતિને કાબૂમાં રાખવા માટે બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલતી રહી છે અને પાંચ મુદ્દા પર સહમતી થઈ હતી, આમ છતાં મામલો હજી ઠંડો પડ્યો નથી.

100 Days of Galwan clash
ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણના સો દિવસ

By

Published : Sep 21, 2020, 7:45 AM IST

Updated : Sep 21, 2020, 9:38 AM IST

ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણના સો દિવસ

ગત 15મી જૂને ચીનના PLA સૈનિકો સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. 16મી બિહારી રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર સહિત જવાનોનો ભોગ લેવારી એ ઘટના પછી ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાટાઘાટો ચાલતી રહી છે, જેથી સરહદે તંગદિલી વધે નહિ. પૂર્વ લદ્દાખના વિસ્તારમાં સ્થિતિને કાબૂમાં રાખવા માટે બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલતી રહી છે અને પાંચ મુદ્દા પર સહમતી થઈ હતી, આમ છતાં મામલો હજી ઠંડો પડ્યો નથી.

ગલવાન ખીણના બનાવ પછીનો ઘટનાક્રમ

સેનાના સ્તરે વાતચીત થઈ અને વિશેષ પ્રતિનિધિ તથા વિદેશ પ્રધાન કક્ષાએ પણ વાતચીતો થઈ છે. પરંતુ સ્થળ પર કમાન્ડરો વચ્ચે થયેલી વાતચીત પ્રમાણે ચીનાઓએ પીછેહઠની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કર્યું નથી.

22/06/2020: ભારત અને ચીનના ટોચના લશ્કરી અધિકારીઓએ તંગદિલી ઘટાડવા લાંબી ચર્ચાઓ કરી.

23/06/2020:ભારત અને ચીનના કમાન્ડરોએ વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર ઘર્ષણના દરેક સ્થળેથી પીછેહઠ કરવા માટે સહમતી તૈયાર કરી.

30/06/2020:લદ્દાખના ચુશુલમાં ભારત અને ચીન વચ્ચે લેફ્ટ. જનરલ કક્ષાની ત્રીજી વાતચીત થઈ. સેનાએ લદ્દાખ સેક્ટરમાં સ્થિતિ મજબૂત કરી અને ત્રણ ડિવિઝન તથા ટેન્કો મોકલી.

07/07/2020: દળોએ પાછા હટવાની શરૂઆત કરીને મહત્ત્વના 3 સ્થળોએ 4 કિમીનો બફર ઝોન નક્કી કરાયો. ભારતીય વાયુ દળ તરફથી દિવસ-રાત, બધા જ હવામાનમાં પહોંચી શકાય તેવું કોમ્બેટ મિશન શરૂ કર્યું. MiG-29, સુખોઈ 30s, અપાચે અને ચિનૂક હેલિકૉપ્ટર્સે રાત્રી ઉડ્ડયન શરૂ કર્યા.

08/07/2020:ગલવાન ખીણ, હોટ સ્પ્રિંગ અને ગોગ્રામાં ભારત અને ચીનના દળો વચ્ચેનું ઘર્ષણ નિવારવાની પ્રક્રિયા આગળ વધી. સમગ્ર ધ્યાન હવે પૂર્વ લદ્દાખમાં પેંગોગ સરોવપર.

14/07/2020: કમાન્ડર કક્ષાની ચોથી વાતચીત લગભગ એક કલાક ચાલી.

30/07/2020: પીછેહઠ કરવાના ચીનના દાવા ભારતે નકારી કાઢ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના દક્ષિણ અને મધ્ય એશિયાના સિનિયર ડિરેક્ટર લીશા કર્ટીસે જણાવ્યું કે ચીનની સામે ઊભા રહેવાની ઇચ્છા શક્તિ અને ક્ષમતા ભારતે દાખવી છે.

14/08/2020: વાતચીત અટકી પડી અને ભારતીય સેનાએ LAC પરની સ્થિતિ એપ્રિલ પ્રમાણે યથાવત રાખવા માટે PLA સામે કડક વલણ લીધું.

21/08/2020: ચીને લશ્કરી જમાવટમાં વધારો કર્યો અને લીપુલેખ સામે મિસાઇલ પણ ગોઠવ્યા.

29/08/2020: મિસાઇલ્સ અંગેના સેટેલાઇટ ઇમેજ સામે આવ્યા, જે દોકલામ અને નાકુ લા નજીક હતા કે જ્યાં 9મી મેના રોજ ભારત અને ચીની દળો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઑગસ્ટ 29-20ની રાત્રીએ ચીને પેન્ગોગ સરોવરના દક્ષિણ કાંઠે ઉશ્કેરણીજનક હલચલ કરી હતી. 200 ચીની સૈનિકોને દક્ષિણ કાંઠે ઘૂસણખોરી કરવા પ્રયત્ન કર્યો તેને ભારતે પાછા હટાવ્યા.

30/08/2020:દક્ષિણ કાંઠે ચીનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિને અટકાવી અને દક્ષિણ કાંઠાની ઊંચી ટેકરીઓ પર ચોકીઓ જમાવી.

02/09/2020: ચુશુલમાં ત્રીજી વાર બ્રિગેટ કમાન્ડર્સ વચ્ચે વાતચીત થઈ, પણ ઉકેલ આવ્યો નહિ. દરમિયાન ભારતે શિયાળામાં ચોકીપહેરો જાળવી રાખવા માટેની તૈયારીઓ ઝડપી બનાવી અને ભારતીય સેનાના વડાએ નિવેદન પણ આપીને ચીનને ચેતવણી આપી.

04/09/2020: ભારતીય સેનાના વડા મનોજ નરાવણેએ જણાવ્યું કે LAC પર સ્થિતિ “નાજુક અને ગંભીર”, અને સેનાએ સાવચેતીના પગલાં લીધાં છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે દળો તૈયાર છે એમ તેમણે જણાવ્યું હતું.

07/09/2020: 45 વર્ષે LAC ચીનાઓએ ઊંચાઈ પર રહેલા ભારતીયોને ડરાવવા હવામાં ગોળીબાર કર્યો. ઘાટની ઉપર ટેકરીઓ પર ભારતે વ્યૂહાત્મક કબજો જમાવ્યો અને ચીનાઓને આગળ વધતા અટકાવ્યા હતા.

09/09/2020: પેન્ગોગ સરોવર ફિંગર ફોર પાસે PLA તરફથી દળો વધારાયા, તેની સામે ભારતીય સેનાએ તોપ, સશસ્ત્ર વાહનો સહિતની ટુકડીઓ મોકલી.

ચીનના આક્રમક વલણ સામે ભારત સરકારનો પ્રતિસાદ

20/06/2020: ભારતે સરહદ પર કાર્યવાહીના નિયમોમાં ફેરફાર કર્યા અને LAC પરના કમાન્ડરોને સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની સત્તાઓ અપાઈ.

01/07/2020: હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓને કોન્ટ્રેક્ટ નહિ મળે, MSMEમાં ચીની કંપનીઓના રોકાણની મનાઈ અને ચીનમાંથી આયાતને પ્રોત્સાહિત નહિ કરાય એમ ગડકરીએ જણાવ્યું.

29/06/2020: ચીનની 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધોની જાહેરાત.

02/09/2020:લોકપ્રિય પબજી સહિત વધુ 118 ચીન સાથે સંકળાયેલી એપ્સ પર પ્રતિબંધ.

17/06/2020: નરેન્દ્ર મોદીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સૈનિકોના બલીદાન એળે નહિ જાય અને વળતો જવાબ અપાશે.

19/06/2020:સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને સ્પષ્ટપણે કહ્યું કે કોઈ ઘૂસણખોરી નથી થઈ કે કોઈ ભારતીય ચોકીને કબજે કરાઈ નથી.

28/06/2020:મન કી બાતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત મૈત્રી પાળે છે, પણ તેની સરહદો પર બૂરી નજર નાખનારાને સાંખી નહિ લેવાય.

03/07/2020:અચાનક લદ્દાખ પહોંચીને મોદીએ સૈનિકોને સંબોધન કરતાં કહ્યું કે વિસ્તારવાદનો યુગ જતો રહ્યો છે.

14/09/2020: સંસદના સત્રના પ્રારંભે વડાપ્રધાને સૌને અપિલ કરી કે સૈનિકોની સાથે સૌએ એક થઈને ઊભા રહેવું જોઈએ.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ 17/07/2020ના રોજ લદ્દાખમાં પેન્ગોગ સરોવર નજીક લુકુંગની મુલાકાત લઈને સૈનિકોને સંબોધન કર્યું હતું. રાજનાથ સિંહે 15/09/2020ના રોજ સંસદમાં નિવેદન આપતા જણાવ્યું કે ચીન સાથેના ઘર્ષણમાં સરહદે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના તૈયાર છે.

ચીન સાથે સરહદ મુદ્દે વાટાઘાટો માટે નિમાયેલા વિશેષ પ્રતિનિધિ અજિત ડોભાલે પણ આ સમયગાળામાં પોતાના સમકક્ષ તથા ચીનના વિદેશ પ્રધાન વેંગ યી સાથે વાતચીત કરી હતી. સંરક્ષણ દળોના વડા બિપીન રાવતે 23/08/2020ના રોજ સ્પષ્ટ કહ્યું હતું કે સરહદે લશ્કરી વિકલ્પ પણ ખુલ્લો જ છે. ભૂમિ દળના વડાએ પણ સ્થિતિને ગંભીર ગણાવીને ભારતીય સેના તૈયાર હોવાનું જણાવતા રહ્યા છે.

રશિયામાં શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક વખતે ભારત અને ચીનના સંરક્ષણ પ્રધાનો વચ્ચે બેઠક થઈ હતી, તેમાં રાજનાથ સિંહે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરહદે યથાસ્થિતિ પાછી લાવવી જરૂરી છે.

એ જ રીતે 10/09/2020ના રોજ ભારતના વિદેશ પ્રધાન જયશંકર અને વેંગ યી વચ્ચે પણ બે કલાકની મુલાકાત થઈ હતી. તેના આધારે 11/09/2020ના રોજ ભારત અને ચીને LAC પર સ્થિતિને થાળે પાડવા માટે પાંચ મુદ્દાને આધારે આગળની પ્રક્રિયા કરવા માટે સહમતી સાધી હતી.

Last Updated : Sep 21, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details