ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગરીબી રેખા નીચે કોરોના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં 10% બેડ: દિલ્હી સરકાર - latest news of delhi

દિલ્હી સરકારે ગરીબી રેખા નીચે કોરોના વાઈરસ દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં 10 ટકા બેડ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. આ કેટેગરી હેઠળના લોકોને હવે કોરોના વાઈરસની મફત સારવાર મળશે.

Delhi govt
Delhi govt

By

Published : May 27, 2020, 8:33 AM IST

નવી દિલ્હી: દિલ્હી સરકારે મંગળવારે ગરીબી રેખા નીચે કોરોના વાઈરસ દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં 10 ટકા પથારી અનામત રાખવાનો નિર્ણય કર્યો છે.

ઇડબ્લ્યુએસ નિરીક્ષણ સમિતિના સભ્ય અશોક અગ્રવાલે જણાવ્યું હતું કે, દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં દસ ટકા પલંગ ઇડબ્લ્યુએસ ક્વોટા હેઠળ ગરીબી રેખા હેઠળના લોકો માટે પહેલેથી જ આરક્ષિત છે.

"આ કેટેગરી હેઠળના લોકોને હવે કોરોના વાઈરસની મફત સારવાર મળશે. તેમને હોસ્પિટલમાં પથારીની સંખ્યાના આધારે આ સુવિધા આપવામાં આવશે."

25 મેના રોજ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે, દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં 2000 પલંગ કોરોના વાઈરસ દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details