નાલંદામાં કાર્તિક પૂર્ણિમાના અવસરે સ્નાન કરવા ગયેલી ત્રણ યુવતીઓનું ડૂબવાના કારણે મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાને કારણે ગામનું વાતાવરણ ગમગીન બન્યું છે.
બિહાર: કાર્તિક પૂર્ણિમા દરમિયાન ડૂબવાથી 14ના મોત - કાર્તિક પૂર્ણિમા
પટના: બિહારના કેટલાક જિલ્લામાં ગંગા સ્નાન દરમિયાન ડૂબી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, 14 લોકો ન્હાવાના સમયે ડૂબી જવાના સમાચાર છે. NDRFની મદદથી 4 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.
![બિહાર: કાર્તિક પૂર્ણિમા દરમિયાન ડૂબવાથી 14ના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5036486-thumbnail-3x2-bihar.jpg)
10 people drown during bathing in different districts of bihar
જ્યારે બીજી તરફ સીતામઢીના સુપ્પી થાણા વિસ્તારમા ઢેંગ ઘાટ પર નદીમાં સ્નાન દરમિયાન 4 લોકોના ડૂબવાને કારણે મોત થયા છે. સ્થાનિક લોકોની મદદથી એકને બચાવી લેવાયા છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાકીના 2 લોકો લાપતા છે અને અન્યોની તપાસ ચાલુ છે. આમ બિહારમાં અલગ અલગ વિસ્તારમાં કાર્તિક પૂર્ણિમા દરમિયાન ડૂબવાથી 14 લોકોના મોત થયા છે.
Last Updated : Nov 12, 2019, 1:06 PM IST