પટના: બિહારમાં વીજળી પડવાથી 10 લોકોના મોત થયા છે. ઘટના અંગે મુખ્યપ્રધાન નીતીશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, આ દુઃખના સમયમાં હુ તેમના પરિવાર સાથે છું. મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારને 4-4 લાખની આર્થિક સહાય આપવાનો આદેશ કર્યો છે.
બિહારમાં વીજળી પડવાથી 10 લોકોના મોત, સરકારે કરી 4-4 લાખની સહાયની જાહેરાત
બિહારમાં વીજળી પડવાની ઘટના વારંવાર બની રહી છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી 10 લોકના મોત થયા છે. જેના પર મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યપ્રધાને લોકોને અપિલ કરી છે કે, દરેક લોકો ખરાબ હવામાનના કારણે સાવધાની રાખે, ખરાબ મોસમના કારણે વીજળી પડવાની ઘટનાથી બચવા માટે સરકારની સુચનાનું પાલન કરે, લોકોને અપિલ કરી કે ઘરમાં રહો સુરક્ષીત રહો.
મહત્વનું છે કે બિહારમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં કુલ 10 લોકના મોત થયા છે. જ્યારે તેમાં સૌથી વધારે મોત પૂર્ણિયામાં થયા છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પૂર્ણિયામાં 3, બેગૂસરાયમાં 2, પટના, પૂર્વી ચંપારણ, મધેપુર અને દરભંગામાં 1-1 લોકોના મોત થયા છે.