ઉત્તર પ્રદેશ: આરોગ્ય વિભાગે ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ 11 મેના સાંજના 6 કલાકે સુધી રાજ્યમાં 3,573 વ્યક્તિઓમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યભરમાં કોરોના વાઈરસને કારણે 80 લોકોના મોત નીપજ્યા છે.
કોવિડ-19: ઉત્તર પ્રદેશમાં કોરોનાના 109 નવા કેસ પોઝિટિવ, કુલ પોઝિટિવ કેસ 3573 - કોરોના વાઈરસના પોઝિટિવ કેસ
ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસનો કહેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3,573 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં 80 લોકોના મોત નીપજ્યા છે.
ઉત્તર પ્રદેશમાં 11 મે સુધી કોરોના વાઈરસ 74 જિલ્લાઓમાં ફેલાયો છે. 109 નવા કેસ સાથે રાજ્યમાં 3,573 લોકો કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ઉત્તર પ્રદેશમાં રવિવારે 105 કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 11 મેના રોજ ડિસ્ચાર્જ થયેલા લોકોનો આંકડો 1,758 પર પહોંચી ગયો. 11 મે સુધી રાજ્યમાં કોરોના વાઈરસના 1,735 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રવિવારે ઉત્તર પ્રદેશમાં 105 દર્દીઓને રજા આપવામાં આવી હતી. લખનઉમાં 202 લોકો, કાનપુર શહેરમાં 94, વારાણસીમાં 45, મેરઠમાં 66, બુલંદશહેરમાં 51, હાપુરમાં 22, ફિરોઝાબાદમાં 89, રાયબરેલીમાં 35, મથુરામાં 9, કન્નૌજમાં 7, સંત કબીર નગરમાં 15, અલીગઢમાં 22, બહરાઈચમાં 9 અને અયોધ્યામાં 1 કોરોના પોઝિટિવ દર્દીઓ છે.