પટનાઃ ડિઝાસ્ટર વિભાગે પૂર સંબંધિત આંકડા રજૂ કર્યા છે. આ આંકડા અનુસાર રાજ્યના 10 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. સીતામઢી, શિવહર, સુપૌલ, કિશનગંજ દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને ખગડિયા જિલ્લાના 77 પ્રખંડ પૂરથી પ્રભાવિત છે. કુલ 577 પંચાયતો પૂરની ઝપેટમાં છે. પૂરને લીધે 10 લાખ 61 હજાર 1 સો 52 લોકો પ્રભાવિત થયા છે, જ્યારે તટસ્થ જનસંખ્યા 95 હજાર 8 સો 59 છે.
બિહારમાં પૂરથી પ્રભાવિત લોકોની યાદી પૂર દરમિયાન બિહાર સરકાર તરફથી 28 રાહત શિબિર ચલાવવામાં આવી રહી છે. જેમાં 15 હજાર 956 લોકો રહે છે. બિહાર સરકારના સહયોગથી ડિઝાસ્ટર વિભાગ 10 જિલ્લાઓમાં 422 સામુદાયિક રસોઇ ચલાવી રહી છે. જેમાં દરરોજના1 લાખ 53 હજાર 54 લોકો સામુદાયિક રસોઇ દ્વારા ભોજન કરી રહ્યા છે. ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું કે, પૂરને લીધે છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. દરભંગામાં 3 જ્યારે પશ્ચિમ પંચારણમાં 4 લોકોના મોત થયા છે.
NDRF અને SDRFની 22 ટીમ તૈનાત
બિહારમાં પૂરની સ્થિતિને જોતા ડિઝાસ્ટર વિભારને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડિઝાસ્ટર વિભાગના મંત્રી લક્ષ્મેશ્વર રાયે કહ્યું કે, તેમનો વિભાગ પૂરને લઇને સચેત છે. સંભવિત 10 જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની 22 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે ડિઝાસ્ટર મુખ્યાલયમાં 5 ટીમને રિઝર્વ ટીમને પ્રભાવિત જિલ્લામાં મોકલવામાં આવી છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પોતે ઘરેથી મોનિટરિંગ કરી રહ્યા છે. સતત અધિકારીઓને દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.
રાહત શિબિરમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
ડિઝાસ્ટર વિભાગ અનુસાર કોવિડ 19 નું ધ્યાન રાખતા સોશિયલ ડિસ્ટન્સ હેઠળ રાહત શિબિરોમાં લોકોને રાખવામાં આવી રહ્યા છે. મહિલાઓ અને બાળકો અને વૃદ્ધો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાહત શિબિરમાં માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા છે. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં ઉંચા સ્થળનું નિરીક્ષણ કરીને તે સુચિત કરવામાં આવ્યું છે.