પટના: બિહારના 4 જિલ્લામાં વીજળી પડવાના કારણે 10 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે 15 જિલ્લા માટે તાત્કાલિક એલર્ટ જારી કર્યું છે. જેમાં પટના, ભોજપુર, સારન, શિવહર, સીતામઢી, મુઝફ્ફરપુર, ભભુઆ, રોહતાસ, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, બક્સર, સીવાન, અરરિયા અને કિશનગંજનો સમાવેશ થાય છે.
બિહારના 4 જિલ્લામાં વીજળી પડતા 10 લોકોના મોત
બિહારના 4 જિલ્લામાં વીજળી પડતાં 10 લોકોના મોત થયા છે. આ પહેલા પણ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 26 લોકોનાં મોત થયા હતાં.
બિહારના 5 જિલ્લામાં વીજળી પડતા 11 લોકોના મોત
આ પહેલા વીજળી પડવાથી ભોજપુરમાં 4 અને બક્સરમાં 1 વ્યક્તિનું મોત થયું હતું. હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે કે, રાજ્યમાં કેટલાક ભાગોમાં વીજળી સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે લોકોને અપીલ કરી હતી કે, તેઓ ઘરની બહાર ન આવે. આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ આ વીજળી પડવાથી બિહારમાં વિનાશ સર્જાયો હતો. એક જ દિવસમાં 105 લોકોનાં મોત થયા હતા.