ભોપાલ: આજે એક મોટો નિર્ણય લેતા શિવરાજે સરકારે કોરોના ચેપના વ્યાપને ધ્યાનમાં રાખીને 24 જુલાઈથી રાજધાની ભોપાલમાં 10 દિવસ માટે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત માત્ર સરકારી રાશન દુકાનો, દવાઓ, શાકભાજી અને દૂધની દુકાનો ખોલવામાં આવશે. આ માહિતી આપતાં ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે, મુલાકાત અને મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. લોકોને બહાર જવા માટે ઈ-પાસની વ્યવસ્થા કરવામાં આવશે.
મધ્ય પ્રદેશઃ રાજધાની ભોપાલમાં 24 જુલાઈથી 10 દિવસનું લૉકડાઉન - ભોપાલ કોરોના ન્યૂઝ
આજે એક મોટો નિર્ણય લેતા શિવરાજે સરકારે કોરોના વ્યાપને ધ્યાનમાં રાખીને 24 જુલાઈથી રાજધાની ભોપાલમાં 10 દિવસ માટે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
મધ્યપ્રદેશ સરકારના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે, 'ભોપાલની અંદર કોરોનાના વ્યાપને ધ્યાનમાં રાખીને, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, 24મી જુલાઈએ રાત્રે 8:00 વાગ્યાથી, 25 જુલાઈથી 10 દિવસ સુધી સંપૂર્ણ ભોપાલમાં લોકડાઉન થાય છે. 3 ઓગસ્ટ સાંજ સુધી ચાલશે. આમાં દવાઓ, શાકભાજી, દૂધની દુકાનો, ઉદ્યોગ અને સરકારી રાશનની દુકાનો ખુલ્લી રહેશે. બાકી સંપૂર્ણ રીતે ભોપાલ લોકડાઉન રહેશે.'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'આવન-જાવન પર પ્રતિબંધિત રહેશે. અગાઉના લોક ડાઉનની જેમ ઇ-પાસની વ્યવસ્થા કરવામાં આવશે, કે જેના થકી લોકો આવી શકશે. માત્ર 2 દિવસમાં જ દરેકને જરૂરી ચીજો લેવાની વિનંતી કરવામાં આવે છે. સરકારી રાશનની દુકાનોને પણ આવતીકાલ સુધીમાં રાશન તમામ ગરીબોમાં વહેંચવા જણાવ્યું છે. જુલાઇનું રાશન દરેક ગરીબના ઘરે પહોંચાડવામાં આવે. આ લોકડાઉનમાં ઉદ્યોગો ખુલ્લા રહેશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓમાં ફક્ત જરુરી સ્ટાફ જ રહેશે. સરકારની આગામી મંત્રીમંડળની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.'