ન્યુઝ ડેસ્ક : ઘણાં ફળ અને શાકભાજી મોસમી હોય છે, જેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને ઘણાં લાભ થાય છે. આમાના ઘણા ફળો અને શાકભાજી ચોમાસાની ઋતુમાં જોવા મળે છે અને તેમની એક શાકભાજી કંકોડા છે, જેને હિન્દીમાં કંટોલા અથવા કંકોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શાકભાજી સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયી છે અને તેનું વિવિધ રીતે સેવન કરી શકાય છે. આયુર્વેદના ઇતિહાસમાં પીએચડી થયેલ ડો. રંગનાયુકુલુ, કહે છે કે, “પ્રાચીન ભારતમાં કૃષિ મંડળીઓ એ આ કોમળ ફળના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો ઓળખ્યા છે. તમે તેને ફ્રાય કરી શકો છો, કરી માં ઉમેરી શકો છો, ભજીયા બનાવી શકો છો અને તેને સ્ટાર્ટરની જેમ ખાઈ પણ શકો છો ”.
ડો. રંગનાયકુલુ કંકોળાના સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરતા સમજાવે છે કે :
1. બ્લડ પ્રેશર
કંકોડા નું તાજુ જ્યુસ પીવાથી બ્લડપ્રેશર નિયમન કરવામાં મદદ મળે છે. તેમાં હાજર એન્ટિ-લિપિડ પેરોક્સિડેટિવ ગુણધર્મો, ધમનીની દિવાલો અને તેમા થયેલ તુટફુટ ને મટાડવામાં મદદ કરે છે.
2. સામાન્ય ચેપ અટકાવે છે
તેમાં સામાન્ય વાયરલ ચેપને અટકાવવાની ક્ષમતા છે, જે શરદી અને ફેફસાના અન્ય ચેપનું કારણ બને છે. તેમાં એન્ટી-એલર્જિક, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ છે.
3. મુક્ત રેડીકલ (રેડીકલ એક અણુ, પરમાણુ અથવા આયન છે જેનું રાસાયણિક વીજાણુ સંગ્રહ જોડાણ નથી )
શરીરમાં મુક્ત રેડિકલ્સ આપણા શરીરમાં કોષોના વિકાસ અને અસ્તિત્વમાં અવરોધે છે. તેથી, કંકોડામાં હાજર એન્ટીઑકિસડન્ટો અને ફલેવોનોઈડ્સ આ મુક્ત રેડિકલને કાઢી શકે છે. જેના પરિણામે આયુષ્ય માં વધારો થાય છે.આ ઉપરાંત, તે લીવરનું રક્ષણ કરે છે અને તેમાં ચરબીનો સંચય અટકાવે છે.
4. વજન ઘટાડવું
કંકોડા ઓછી કેલરીવાળી શાકભાજી છે અને તેનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં સારી માત્રામાં ભેજ આવે છે.
5. કિડની