ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉજ્જૈન STF દ્વારા વન્યજીવની તસ્કરી કરતાં 10ની ધરપકડ - વન્યજીવોનો તાંત્રીક વિધિમાં ઉપયોગ

ઉજ્જૈન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા વન્યજીવની ચોરી કરતાં બે અલગ અલગ ગેંગના 10 લોકોની ધરપકડ કરી મોટો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી દુર્લભ ગોલ્ડન ઘુવડ, બે મોં વાળા સાંપ પણ જપ્ત કર્યા છે.

ો
ઉજ્જૈન STF દ્વારા વન્યજીવની તસ્કરી કરતાં 10ની ધરપકડ

By

Published : Jul 21, 2020, 6:45 PM IST

ઉજ્જૈનઃ એસટીએફના પોલીસ વડા ગીતેશ ગર્ગના જણાવ્યા પ્રમાણે, તેમને બાતમી મળી હતી કે કેટલાક લોકો દુર્લભ વન્યજીવોની તસ્કરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસટીએફે અલગ અલગ બે ગેંગના 10 લોકોની ધરપકડ કરી છે.

ઉજ્જૈન STF દ્વારા વન્યજીવની તસ્કરી કરતાં 10ની ધરપકડ

પોલીસે એક ગેંગ પાસેથી દુર્લભ પ્રજાતિનું ગોલ્ડન ઘુવડ જ્યારે બીજી ગેંગ પાસેથી સાડા છ કિલોનો બે મોં વાળો સાંપ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ વન્ય જીવને એક-એક કરોડમાં વેચવાના હતાં. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ વન્યજીવની કિંમત ત્રણ-ચાર કરોડની આસપાસ થાય છે. ઘુવડનો ઉપયોગ તાંત્રિક ક્રિયામાં થાય છે. તેમજ સાંપનો ઉપયોગ દવા બનાવવામાં અને સેક્સ પાવર વધારવાની દવા બનાવવામાં થાય છે.

ઉજ્જૈન STF દ્વારા વન્યજીવની તસ્કરી કરતાં 10ની ધરપકડ

એસટીએફ નિરીક્ષક દીપિકા શિંદે માહિતી આપી હતી કે, આરોપીઓની પુછપરછ ચાલી રહી છે. તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે. વન્ય જીવોને વનવિભાગને સોંપાયા છે. આરોપીઓ સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details