કોહિમાઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે નાગાલેન્ડના નાગરિકોને કહ્યું કે, ભલે તમારુ રાજ્ય નાનુ હોય પરંતુ તમારે પોતાની જાતને દેશના અન્ય નાગરિકોની સમકક્ષ ગણવા જોઈએ. રાહુલ ગાંધી 'ભારત જોડો ન્યાય યાત્રા' અંતર્ગત નાગાલેન્ડની રાજધાની કોહિમામાં યોજાયેલ રેલીમાં ભાગ લીધો હતો. તેમણે આ રેલીનો ઉદ્દેશ્ય પણ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકોને ન્યાય મળે તેમજ રાજકીય, સમાજીક અને આર્થિક માળખાગત સુવિધાઓ દરેક નાગરિક માટે વધુ સુલભ અને સમાન બને તે માટે આ યાત્રા કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ કોહિમા યુદ્ધ કબ્રસ્તાનની પણ મુલાકાત લીધી. બીજા વિશ્વ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદોને રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલ ગાંધીએ નાગાલેન્ડના નાગરિકોને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આપનું રાજ્ય નાગાલેન્ડ નાનું હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારે પણ પોતાની જાતને દેશના અન્ય નાગરિકોની સમકક્ષ ગણવા જોઈએ. 'ભારત જોડો ન્યાય યાત્રા' આ જ હેતુથી કરવામાં આવી રહી છે. જેમાં લોકોને ન્યાય મળે તેમજ રાજકીય, સમાજીક અને આર્થિક માળખાગત સુવિધાઓ દરેક નાગરિક માટે વધુ સુલભ અને સમાન બને.
રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીના રોજ મણિપુરથી 'ભારત જોડો ન્યાય યાત્રા' શરુ કરી હતી. તેઓ સોમવારે સાંજે નાગાલેન્ડ પહોંચ્યા હતા. તેમણે હાઈસ્કૂલ જંકશનમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, કૉંગ્રેસે પહેલા વિવિધ સંસ્કૃતિઓ, ધર્મ અને ભાષાઓને એક સાથે લાવવા માટે દક્ષિણ ભારતથી કાશ્મીર સુધી 'ભારત જોડો યાત્રા' કરી હતી. હવે પક્ષ દ્વારા પૂર્વોત્તર રાજ્યોથી એક યાત્રા શરુ કરવામાં આવી છે, કારણ કે આ રાજ્યો ભારત માટે બહુ મહત્વના છે.
તેમણે કહ્યું કે, અમે મણિપુરથી શરુઆત કરી અને હવે અમે નાગાલેન્ડ પાર કરી રહ્યા છીએ. આ એક શ્રેષ્ઠ અનુભવ છે. તમે આપેલા સ્નેહ બદલ ધન્યવાદ. જય હિંદ. 'ભારત જોડો ન્યાય યાત્રા' જ્યારે નાગાલેન્ડના પાટનગરમાંથી પસાર થઈ ત્યારે તેમાં અનેક મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકોએ તેમનું સ્વાગત કર્યું. 'ભારત જોડો ન્યાય યાત્રા' 100 લોકસભા વિસ્તારોમાંથી પસાર થવાની છે. આ યાત્રામાં કુલ 6,173 કિલોમીટરનું અંતર આવરી લેવામાં આવશે. આ યાત્રામાં મોટાભાગની યાત્રા બસમાં કરવામાં આવશે તો કેટલેક ઠેકાણે પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. 'ભારત જોડો ન્યાય યાત્રા'નું સમાપન મુંબઈમાં કરવામાં આવશે.
- Jamnagar News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે વિક્રમ માડમે આપી માહિતી
- Bharat Jodo Nyay Yatra : મણિપુરને ફરીથી શાંતિપૂર્ણ અને સુમેળભર્યું બનાવવા માંગીએ છીએઃ રાહુલ ગાંધી