- 2થી 18 વર્ષની વય માટે કોવેક્સિન રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની ભલામણ
- પરીક્ષણ દિલ્હી અને પટણાના એઈમ્સ અને નાગપુર સ્થિત મેડિટ્રીના ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ સહિત વિવિધ સ્થળોએ કરવામાં આવશે
- સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ની કોવિડ -19 વિષયે વિચાર-વિમર્શ કર્યો
ન્યુ દિલ્હી: એક નિષ્ણાંત સમિતિએ મંગળવારે 2થી 18 વર્ષની વયના લોકો માટે ભારત બાયોટેકની કોવિડ -19 રસી કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કા માટે પરીક્ષણની ભલામણ કરી છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.
નિષ્ણાંત સમિતિએ 2થી 18 વર્ષની વય માટે કોવેક્સિન રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની કરી ભલામણ આ પણ વાંચોઃઆજથી દિલ્હીમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે COVID-19 રસીકરણની શરૂઆત
તેમણે કહ્યું હતું કે, આ પરીક્ષણ દિલ્હી અને પટણાના એઈમ્સ અને નાગપુર સ્થિત મેડિટ્રીના ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ સહિત વિવિધ સ્થળોએ કરવામાં આવશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ની કોવિડ -19 વિષયે નિષ્ણાંત સમિતિએ મંગળવારે ભારત બાયોટેક દ્વારા કરવામાં આવેલી અરજી પર વિચાર-વિમર્શ કર્યો હતો.
આ પણ વાંચોઃકોરોના રસીકરણ: આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ
જેમાં કોવેક્સિન રસીની 2થી 18 વર્ષના બાળકોમાં સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા આકારણી કરવા માટે પરીક્ષણના બીજા અને ત્રીજા તબક્કા સહિતની અન્ય બાબતોનું મૂલ્યાંકન કરવાની મજૂરી આપવા વિનંતી કરી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, કંપનીની અરજી પર વિગતવાર ચર્ચા કર્યા પછી સમિતિએ સૂચિત બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની મજૂરી આપવાની ભલામણ કરી છે