- WHO દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિન માટે રસ દર્શાવવામાં આવ્યો
- ભારત બાયોટેકે એન્ટિ-કોવિડ રસી માટે EOI દરખાસ્ત રજૂ કરી
- લાઇસન્સ વિનાના ઉત્પાદનોને જાહેર આરોગ્ય સંકટના સમયે ઉપયોગ માટે મંજૂરી
હૈદરાબાદ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત બાયોટેક(Bharat Biotech)ની એન્ટી કોવિડ -19 રસી કોવેક્સિન (COVAXIN) માટે પણ રસ દર્શાવવામાં આવ્યો છે. ભારત બાયોટેકે એન્ટિ-કોવિડ -19 (COVID-19) રસી માટેના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) દરખાસ્ત રજૂ કરી હતી, જેને તેણે સ્વીકારી લીધી છે. રસી મંજૂરી અંગે દસ્તાવેજો સોંપવાના છે.
રસી ઉત્પાદકને રસીની ગુણવત્તા વિશે ટૂંકું વર્ણન રજૂ કરવાની તક મળશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા મુજબ આ બેઠકમાં ઉત્પાદનની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે નહીં, પરંતુ રસી ઉત્પાદકને રસીની ગુણવત્તા વિશે ટૂંકું વર્ણન રજૂ કરવાની તક મળશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ પર WHO EUL-PQ મૂલ્યાંકન પ્રક્રિયાના દસ્તાવેજમાં કોવિડ -19 (COVID-19)રસીની સ્થિતિ વિશે આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો:કોવેક્સિનના વૈજ્ઞાનિક ધોરણો અને પ્રતિબદ્ધતા પારદર્શકઃ BHARAT BIOTECH JMD
WHOની માર્ગદર્શિકા અનુસાર ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) એ એક પ્રક્રિયા છે
ભારત બાયોટેકે આશા વ્યક્ત કરી હતી. ભારત બાયોટેકે ગયા મહિને કહ્યું હતું કે, તે જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં તેની રસીના કટોકટી ઉપયોગ માટે WHO પાસેથી મંજૂરી મેળવવાની અપેક્ષા રાખે છે. WHOની માર્ગદર્શિકા અનુસાર ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) એ એક પ્રક્રિયા છે. જેના દ્વારા નવા લાઇસન્સ વિનાના ઉત્પાદનોને જાહેર આરોગ્ય સંકટના સમયે ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે. WHO અનુસાર ડ્રગના દસ્તાવેજોના સોંપણી પહેલાં સભામાં સલાહ અને પરામર્શ માટેની તક આપવામાં આવે છે. અરજદારને WHO આકારણીકારો સાથે મળવાની તક પણ મળે છે જે તે ઉત્પાદનની સમીક્ષામાં શામેલ હશે.
ટૂંકું વર્ણન રજૂ કરવાનું રહેશે
WHOએ દસ્તાવેજ સોંપતા પહેલા આ બેઠક વિશે કહ્યું હતું કે, દસ્તાવેજ સોંપતા પહેલા મળેલી મીટિંગ ડેટા અથવા અભ્યાસ અહેવાલની વિસ્તૃત સમીક્ષા કરશે નહીં. મીટિંગનું મહત્વનું પાસું એ છે કે તે પ્રોડક્ટ વિશે એકંદરે સંક્ષિપ્તમાં રજૂ કરે.
આ પણ વાંચો:કોવેક્સિન અને વાછરડાનું સીરમ - જાણો શું છે સમગ્ર વિવાદ
BBILએ કેન્દ્રને આપી હતી માહિતી
સૂત્રોએ અગાઉ સંકેત આપ્યા હતા કે, ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (BBIL)એ કેન્દ્રને જાણ કરી છે કે તેણે રસી માટે EUL મેળવવા અંગે 90 ટકા દસ્તાવેજો WHOને સુપરત કર્યા છે. ગયા મહિને રસી ઉત્પાદકે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, બાકીના દસ્તાવેજો જૂન સુધીમાં સોંપવામાં આવે તેવી સંભાવના છે.