- કોરોનાના નવા સ્વરૂપ ડેલ્ટા વિરુદ્ધ 65.2 ટકા અસરકારક છે
- ભારત બાયોટેકે કોરોના વાયરસ સામે લડવા માટે કોવેક્સિન નામની એક રસી વિકસાવી
- 12 ટકા પ્રતિભાગિઓમાં સામાન્ય આડઅસર જોવા મળી હતી
હૈદરાબાદ: ભારત બાયોટેકની કોવેક્સિન કોવિડ-19ના લક્ષણવાળા કેસ વિરુદ્ધ 77.8 ટકા અને નવા ડેલ્ટા સ્વરૂપ સામે 65.2 ટકા અસરકારક છે. કંપનીએ શનિવારે કહ્યું હતું કે, તેણે ત્રીજા તબક્કાના પરીક્ષણોમાં કોવેક્સિનની અસરકારકતાનું અંતિમ આકારણ પૂર્ણ કર્યું છે.
આ પણ વાંચોઃ Delta Plus Variant in Gujarat: જામનગરમાં ડેલ્ટા પ્લસનો પગપેસારો, વૃદ્ધ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
0.5 ટકાથી ઓછા લોકોમાં ગંભીર અસર જોવા મળી હતી
અસરકારકતા આકારણી બતાવે છે કે, કોવેક્સિન ગંભીર લક્ષણ સંબંધી COVID-19 કેસ સામે 93.4 ટકા અસરકારક છે, જ્યારે સુરક્ષા વિશ્લેષણ બતાવે છે કે, પ્રતિકૂળ ઘટનાઓ એવી જ હતી જેવી પ્રયોગોમાં આપવામાં આવતી અહાનિકારક દવાઓ (પ્લેસબોસ)ને આપવા પર જોવા મળે છે. જ્યાં 12 ટકા પ્રતિભાગિઓમાં સામાન્ય આડઅસર જોવા મળી હતી અને 0.5 ટકાથી ઓછા લોકોમાં ગંભીર અસર જોવા મળી હતી.
ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણો ભારતમાં 25 સ્થળોએ હાથ ધરાયા
શહેર આધારિત રસી ઉત્પાદક દ્વારા જારી કરવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રભાવ સંબંધિત ડેટાથી બહાર આવ્યું છે કે, તે લક્ષણ વગરના કોવિડ -19 સામે 63.6 ટકા રક્ષણ આપે છે. રસીના ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણો ભારતમાં 25 સ્થળોએ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં બીજી માત્રાના ઓછામાં ઓછા બે અઠવાડિયા પછી મળી આવેલા 130 લાક્ષણિક COVID-19 કેસની પરિસ્થિતિ આધારિત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું