- સંયુક્ત કિસાન મોરચા 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું
- હિંસા અથવા ખલેલ ભારત બંધનો ભાગ નહીં હોય
- ભારત બંધને સફળ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે
નવીદિલ્હી/ગાઝિયાબાદ: સંયુક્ત કિસાન મોરચા ગાઝીપુર, બોર્ડરના પ્રવક્તા જગતાર સિંહ બાજવાએ જણાવ્યું કે, સંયુક્ત મોર્ચા દ્વારા 27 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા ભારત બંધને સફળ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાં વિભિન્ન સંગઠનો સાથે જિલ્લા સ્તર અને રાજ્ય સ્તર પર વાત કરીને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. ભારત બંધ શાંતિપૂર્વક થશે. હિંસા અથવા ખલેલ, ભારત બંધનો ભાગ નહીં હોય.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા 27 સપ્ટેમ્બરે ભારત બંધ માટેના દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે. એસકેએમ અનુસાર ભારત બંધ દરમિયાન દેશમાં તમામ પ્રકારની સાર્વજનિક ગતિવિધિ બંધ રહેશે, જેમાં નીચેની જગ્યાઓ સામેલ છે:
- કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી ઓફિસ અને સંસ્થાઓ, બજાર, દુકાન અને ઉદ્યોગ
- સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને બધા પ્રકારની શિક્ષણ સંસ્થા
- તમામ પ્રકારના જાહેર પરિવહન અને ખાનગી વાહનો
- કોઇ પણ પ્રકારની સરકારી અથવા ગેરસરકારી સાર્વજનિક ફંક્શન
બંધ દરમિયાન આ જગ્યાઓને મળશે છૂટ:
- હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, એમ્બ્યૂલન્સ અને કોઇ પણ મેડિકલ સેવા
- કોઇ પણ પ્રકારની સાર્વજનિક(ફાયર બ્રિગેડ, આપત્તિ રાહત વગેરે) અથવા વ્યક્તિગત ઇમરજન્સી(મૃત્યુ, બીમારી, લગ્ન વગેરે)
- સ્થાનીય સંગઠનો દ્વારા આપવામાં આવેલી કોઇ પણ પ્રકારની છૂટ
SKM ના કાર્યકર્તાઓ માટે નિર્દેશ:
1. બંધ પહેલા મીડિયા દ્વારા સમગ્ર સૂચના આપવામાં આવી જોઇએ જેથી એ દિવસે લોકોને મૂશ્કેલી ના પડે. ટ્રેડ યૂનિયન અને વેપારી સંગઠન વગેરેને સમય સાથે સૂચના આપવામાં આવશે.