જયપુર : રાજસ્થાનના નવા મુખ્યમંત્રીને લઈને પણ ભાજપે ચોંકાવનારો નિર્ણય લીધો છે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની કમાન સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સોંપવામાં આવી છે. જ્યારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. રાજ્ય બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી વિધાનસભ્ય દળની બેઠકમાં પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમામ ધારાસભ્યો આ નામ માટે સંમત થયા હતા. આ દરમિયાન અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
દિગ્ગજોને માત આપીને બન્યા મુખ્યમંત્રી : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હોવાથી છેલ્લા 9 દિવસથી નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ હતું. નવા મુખ્યમંત્રીને લઈને રાજસ્થાનના ઘણા વરિષ્ઠ નેતાઓના નામ શરૂઆતથી જ ચર્ચામાં હતા. દિલ્હીમાં પક્ષની ટોચની નેતાગીરીના સ્તરે બેઠકોના અનેક રાઉન્ડ અને મંથન બાદ મંગળવારે સાંજે 4 વાગ્યે રાજસ્થાન ભાજપના મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભજનલાલ શર્માના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને દરેકે પાસ કરી હતી.
તમામ નેતાઓએ ટેકો આપ્યો : દિલ્હીમાં પક્ષની ટોચની નેતાગીરીના સ્તરે બેઠકોના અનેક રાઉન્ડ અને મંથન બાદ મંગળવારે સાંજે 4 વાગ્યે રાજસ્થાન ભાજપના મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભજનલાલ શર્માના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને દરેકે પાસ કરી હતી. ભજનલાલ શર્મા હાલમાં સાંગાનેરના ધારાસભ્ય તેમજ પ્રદેશ મહાસચિવ છે. આ બેઠક દરમિયાન પાર્ટીના ત્રણ નિરીક્ષકો, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડે, પૂર્વ સીએમ વસુંધરા રાજે, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર હતા.