ચંદીગઢ: આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને(Bhagwant Mann Oath ceremonies) પંજાબના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. પંજાબના શહીદ ભગત સિંહ (એસબીએસ) નગર જિલ્લામાં સ્થિત ખટકર કલાન ગામમાં ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વતંત્રતા સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે. ભગવંત માનની અપીલ પર સમારોહમાં પહોંચેલા મોટાભાગના લોકો બસંતી પાઘડીમાં જોવા મળ્યા હતા. માને એક સંદેશમાં કહ્યું હતું કે અમે ખટકર કલાને બસંતી રંગમાં રંગીશું.
ભગવંત માને પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા : આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને (Bhagwant Mann Oath ceremonies) પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લેતા પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના નેતાએ કહ્યું હતું કે આખું પંજાબ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા શપથ લેશે. આ કાર્યક્રમમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને અન્ય નેતાઓ હાજર હતા.
આ પણ વાંચો:આખું પંજાબ ભગતસિંહ, બાબાસાહેબના સપનાને સાકાર કરવા શપથ લેશે : ભગવંત માન
પંજાબના ત્રણ કરોડ લોકોએ ભગવંત માન સાથે શપથ લીધા :પંજાબના શહીદ ભગત સિંહ (એસબીએસ) નગર જિલ્લાના ખટકર કલાન ગામમાં માનના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ સ્વતંત્રતા સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે. માનને પંજાબીમાં ટ્વીટ કર્યું કે, “સૂર્યનું સોનેરી કિરણ આજે એક નવી સવાર લઈને આવ્યું છે. રાજ્યના ઘણા સ્થળોએથી આમ આદમી પાર્ટીના સમર્થકો બુધવારે સવારે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ખટકર કલાન પહોંચવા લાગ્યા. પુરુષોએ પીળી પાઘડી પહેરી હતી અને સ્ત્રીઓ પીળા દુપટ્ટા પહેરેલી જોવા મળી હતી. ભગવંત માનએ (48) રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે પંજાબના ત્રણ કરોડ લોકો તેમની સાથે શપથ લીધા છે.