ચંદીગઢઃ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનના (Punjab CM Bhagwant Mann Wedding) આજે ચંદીગઢમાં બીજા લગ્ન થઈ ગયા છે. ભગવંત માનના લગ્નની વિધિઓ પૂર્ણ થઈ ગઈ છે.
પંજાબના CM ભગવંત માન ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા, કેજરીવાલે પિતાની કરી વિધિ Punjab Cabinet Expansion: પંજાબમાં AAP સરકારમાં એટલા પ્રધાનો વધારી શકે છે
ભગવંત માનના લગ્નમાં કેજરીવાલે પિતાની વિધિ કરી :પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ડૉ ગુરપિત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અહીં પિતાની વિધિ કરી હતી.
ભગવંત માનની તસવીર આવી સામે :દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પોતાના સમગ્ર પરિવાર સાથે ચંદીગઢના મુખ્યપ્રધાન આવાસ પર પહોંચ્યા હતા. ભગવંત માનના લગ્નમાં અરવિંદ કેજરીવાલs પિતાની ભૂમિકા ભજવી અને તમામ વિધિઓ પૂર્ણ કરી છે. આ દરમિયાન ભગવંત માનનો આ ફોટો રાઘવ ચઢ્ઢાએ શેર કર્યો છે.
અરવિંદ કેજરીવાલ ભગવંત માનને આપ્યા અભિનંદન :અરવિંદ કેજરીવાલ ચંદીગઢ થઈને મોહાલી પહોંચ્યા હતા. કેજરીવાલે કહ્યું કે, માનની નવી યાત્રા આજથી શરૂ થઈ રહી છે. તેમને અભિનંદન.
કેજરીવાલ 3:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે :રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, ભગવંત માનના લગ્નમાં અરવિંદ કેજરીવાલ પિતાની વિધિ કરી હતી. મળતી માહિતી મુજબ કેજરીવાલ 3:30 વાગ્યે તેઓ ચંદીગઢથી દિલ્હી જવા રવાના થશે.
ભગવંત માનના લગ્નનું મેનુ :જો કે પંજાબના મુખ્યપ્રધાનના લગ્નમાં બહુ ઓછા અને ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ જે લોકોને બોલાવવામાં આવ્યા છે તેમના માટે શાહી મિજબાની છે. લગ્નમાં શું પીરસવામાં આવશે તેનું મેનુ આવી ગયું છે.
અરવિંદ કેજરીવાલ ભગવંત માનના લગ્નમાં હાજરી આપશે :મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ભગવંત માનના લગ્નમાં હાજરી આપવાના છે. આ સિવાય આ લગ્નમાં ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નનું આયોજન મુખ્યપ્રધાન આવાસ પર જ કરવામાં આવશે. આ લગ્નમાં અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પણ પરિવાર સાથે ચંદીગઢ પહોંચશે.
ગુરપ્રીતે મેડિકલનો અભ્યાસ કર્યો છે :ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌર તેમના પરિવારની ખૂબ જ નજીક છે. આ લોકો પહેલેથી જ એકબીજાને ઓળખે છે. ભગવંત માનની માતા પણ ગુરપ્રીત કૌરને પસંદ કરે છે. જો આપણે ગુરપ્રીત કૌરની વાત કરીએ તો તે તેના પરિવારમાં સૌથી નાની છે. તેની એક બહેન ઓસ્ટ્રેલિયામાં અને બીજી બહેન અમેરિકામાં રહે છે. ગુરપ્રીતે મેડિકલનો અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો:ભ્રષ્ટાચારના આરોપમાં પંજાબના આરોગ્ય પ્રધાન સામે કાર્યવાહી
કોણ છે ગુરપ્રીત કૌર અને શું કરે છે?
- ગુરપ્રીત કૌર 32 વર્ષની છે અને તે કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવાની રહેવાસી છે.
- તેના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે.
- ગુરપ્રીતની વધુ બે બહેનો છે જે વિદેશમાં રહે છે.
- ગુરપ્રીતને અભ્યાસમાં ખૂબ જ રસ છે અને તેણે મેડિકલનો અભ્યાસ કર્યો છે.
- તેણે હરિયાણાની મૌલાના મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.
- એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગુરપ્રીતે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભગવંત માનને ઘણી મદદ પણ કરી હતી.