બેંગલુરુ:બેંગલુરુ શહેરમાં સતત ભારે વરસાદ પડવાને કારણે બેંગલુરુમાં જળબંબાકારની (Bengaluru Waterlogging) સ્થતિ છે. કોરમંગલા સહિત બેંગલુરુના કેટલાક ભાગોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ અને સામાન્ય લોકોના જીવનમાં વિક્ષેપ સર્જાયો છે. એક સ્થાનિકે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા (Water flooded due to rain Bangalore) છે અને તેને કારણે વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
બેંગલુરુમાં પૂર જેવી સ્થિતિ, ચોતરફ ભરાયા પાણી સામાન્ય જનજીવન ખોરવાયું - વરસાદના કારણે બેંગ્લોરમાં પાણી ભરાયા
ગલુરુમાં ભારે વરસાદ ચાલુ છે, ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ટ્રાફિક એડવાઈઝરીએ રહેવાસીઓને કામ સિવાય તેમના ઘરની બહાર જવાનું ટાળવા અને બાળકોને શાળાએ ન મોકલવા વિનંતી કરી છે. ભારે વરસાદને કારણે રવિવારે બેંગલુરુના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા, સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું. Bengaluru Rainfall Updates, Bengaluru Waterlogging,વરસાદના કારણે બેંગ્લોરમાં પાણી ભરાયા
દર વર્ષે થાય છે પૂરની સ્થિતિ એક સ્થાનિક રહેવાસીએ ANIને જણાવ્યું કે, બહુ વરસાદ પડ્યો છે. અમે સવારે ઉઠીને જોયું કે પાણીનો ભરાવો શરૂ થઈ ગયો હતો. રસ્તા પર પાણી ડિવાઈડરના લેવલ સુધી આવી ગયું હતું. તે પછી, અમે રસ્તા અને બેઝમેન્ટમાં પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું. મારું બેઝમેન્ટ પાણીમાં ડૂબી ગયું છે. અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, આ સ્થિતિ દર વર્ષે થાય છે અને ખરાબ ડ્રેનેજ સિસ્ટમને કારણે તેમને પાણી પમ્પ કરવું પડે છે. અગાઉ કર્ણાટકમાં જુલાઈમાં વરસાદને કારણે ભારે પૂર આવ્યું હતું, ત્યારબાદ બચાવ અભિયાન અને રાહત કાર્ય હાથ ધરવું પડ્યું હતું. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ (Chief Minister Basavaraj Bomai) પણ કેન્દ્ર પાસેથી નાણાકીય સહાય લેવી પડી હતી.
ડ્રેનેજ સિસ્ટમ નથી વ્યવસ્થિત અન્ય સ્થાનિકે કહ્યું કે, દર વર્ષે આવું થાય છે, વરસાદ પછી પાણી ભરાય છે અને અમારે પાણી પમ્પ કરવું પડે છે. તેનો કોઈ કાયમી ઉકેલ નથી આવતો. જ્યારે રસ્તો બની રહ્યો હતો, ત્યારે ડ્રેનેજ સિસ્ટમ સારી રીતે તૈયાર કરવામાં આવી ન હતી. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ (Karnataka suffered heavy floods due to rains) પડે છે. ઘણી સ્ત્રીઓ લપસીને પાણીમાં પડી જાય છે.