ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ક્લબહાઉસમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થતા પોલીસે કેસ નોંધ્યો

પાકિસ્તાન ઝિંદાબાદ ઈન્ડિયા મુર્દાબાદ નામની ટેગલાઈન સાથે સોશિયલ મીડિયા એપ ક્લબ હાઉસ પર ગ્રુપ મીટિંગના સ્ક્રીનશોટ શેર કર્યા બાદ બેંગલુરુ પોલીસે કેસ નોંધ્યો છે. મીટિંગમાં લોકોને વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ તેમના ડીપી તરીકે પાકિસ્તાનના ધ્વજનો ઉપયોગ કરે. Pro Pakistan slogan in clubhouse , Bengaluru police registered a case

ક્લબહાઉસમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થતા પોલીસે કેસ નોંધ્યો
ક્લબહાઉસમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થતા પોલીસે કેસ નોંધ્યો

By

Published : Aug 17, 2022, 9:12 PM IST

બેંગલુરુ:સોશિયલ મીડિયા ક્લબહાઉસ ગ્રૂપમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને (Pro Pakistan slogan in clubhouse) લહેરાવીને ભારતનો અનાદર કરવાના ગંભીર આરોપમાં બેંગલુરુના સમ્પીગેહલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Bharat Mata Controversy ભારત માતા પાસે નમાઝ અદા કરવાતા સર્જાયો વિવાદ

આ ઘટના 14 ઓગસ્ટના રોજ બની હતી. બદમાશોએ દરેકને તેમના ડીપી પર પાકિસ્તાનનો ઝંડો લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સંદર્ભે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો. પાકિસ્તાન ઝિંદાબાદ ઈન્ડિયા મુર્દાબાદ નામની ટેગલાઈન સાથેની સોશિયલ મીડિયા એપ ક્લબ હાઉસ પર એક ગ્રુપ મીટિંગ તેમની સાથે શેર કરવામાં આવી છે. મીટિંગમાં લોકોને વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ તેમના ડીપી તરીકે પાકિસ્તાનના ધ્વજનો ઉપયોગ કરે.

આ પણ વાંચો:જગદીશ ટાઇટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને દરબાર સાહિબ પહોંચ્યા કોંગ્રેસ કાર્યકર

આ અંગે ટિપ્પણી કરતાં શહેર પોલીસ કમિશનર પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું હતું કે, "અમને એ હકીકત ધ્યાનમાં આવી છે કે, ડીપીમાં પાકિસ્તાન તરફી રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી (Bengaluru police registered a case) છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ક્લબહાઉસના સભ્યોએ ગુનો કર્યો હતો. તેમના વાસ્તવિક નામને બદલે ઉપનામનો ઉપયોગ કરી રહ્યા છે. તેના વિશેની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી છે. સેમ્પીગેહલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સેવા પ્રદાતાની માહિતી પણ પૂછવામાં આવી છે. અમને કેટલીક માહિતી મળી છે અને તેની તપાસ કરી રહ્યા છીએ," તેમણે કહ્યું.

ABOUT THE AUTHOR

...view details