ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નકલી નોટ મામલોઃ સ્પેશ્યલ કોર્ટે વધુ 2 દોષીતોને 6 વર્ષની જેલની સજા સંભળાવી

NIA સ્પેશ્યલ કોર્ટ બેંગલુરુએ બે વ્યક્તિને નકલી ચલણોના મામલામાં દોષીત ગણાવી તેમને 6 વર્ષની જેલની સજા અને પ્રત્યેક દોષીતો પર 15,000 રુપિયાનો દંડ ફટકાર્યો છે.

નકલી નોટ મામલોઃ સ્પેશ્યલ કોર્ટે વધુ 2 દોષીતોને 6 વર્ષની જેલની સજા સંભળાવી
નકલી નોટ મામલોઃ સ્પેશ્યલ કોર્ટે વધુ 2 દોષીતોને 6 વર્ષની જેલની સજા સંભળાવી

By

Published : Feb 22, 2021, 5:04 PM IST

  • NIA સ્પેશ્યલ કોર્ટ બેંગલુરુએ બે વ્યક્તિને દોષીત ગણાવ્યા
  • નકલી ચલણી નોટો પહોંચાડનારા સહિત વધુ ચાર લોકોની સંડોવણી હોવાનુ બહાર આવ્યું
  • દરોડો પાડ્યો હતો અને 64.84 લાખની સાથે 2,000 રુપિયાની નકલી નોટો કબજે કરી

બેંગલુરૂઃરાષ્ટ્રીય તપાસ એજેન્સી (NIA) સ્પેશ્યલ કોર્ટ બેંગલુરુને બે વ્યક્તિને નકલી નોટના મામલે દોષીત ગણાવી તેમને 6 વર્ષની જેલની સજા અને દરેક પર 15,000 રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ મામલામાં દોષી જાહેર કરાયેલા 5 વ્યક્તિઓમાં ગંગાધર ખોલ્કર અને સાપિરૂદ્દીન સામેલ હતા. NIAએ મદનયાકાનહલ્લી પોલીસ મથકની હદમાં સપ્ટેમ્બર 2018માં રૈકેટનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ એક ઘર પર દરોડો પાડ્યો હતો અને 64.84 લાખની સાથે 2,000 રુપિયાની નકલી નોટો કબજે કરી હતી.

માલદામાં ત્રણ નકલી ચલણ પહોંચાડનારા સહિત

તપાસમાં પશ્ચિમ બંગાળના માલદામાં ત્રણ નકલી ચલણી નોટો પહોંચાડનારા સહિત વધુ ચાર લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. તપાસ બાદ NIAએ ધરપકડ કરાયેલા સાત લોકો મોહમ્મદ સજ્જાદ અલી, એમ. જી. રાજુ, ગંગાધર રામપ્પા કોલાર, વનિતા, અબ્દુલ કાદિર, સાબીરુદ્દીન અને વિજય વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details