ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉંદરે કર્યો ડખો, એપાર્ટમેન્ટના લોકો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયા - apartment residents went to the police station

એપાર્ટમેન્ટના રહેવાસીઓમાંથી એક કાર માલિકે તેની કારના કેબલ વાયરને ઉંદર કતરવા બદલ (Bengaluru Conflict over the rat issue ) 1 લાખ રૂપિયાથી વધુના વળતરની માંગ કરી છે. તે વળતર માટે એપાર્ટમેન્ટ એસોસિએશનના પ્રમુખને ધમકી પણ આપી રહ્યો છે.

ઉંદરે કર્યો દખો, એપાર્ટમેન્ટના લોકો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયા
ઉંદરે કર્યો દખો, એપાર્ટમેન્ટના લોકો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયા

By

Published : Jun 23, 2022, 8:16 PM IST

બેંગલુરુ: એપાર્ટમેન્ટના રહેવાસીઓ ઉંદરના મુદ્દે (Bengaluru Conflict over the rat issue) અંદરો-અંદર બાખડતા મામલો પોલીસ સ્ટેશન પહોચી ગયો હતો. આ ઘટના ગંગાનગરના કમ્ફર્ટ એન્ક્લેવ એપાર્ટમેન્ટમાં બની હતી.

આ પણ વાંચો:એવું તો શું બની રહ્યું છે કે, હરણના થઇ રહ્યા છે અચાનક મોત

એપાર્ટમેન્ટના રહેવાસીઓમાંથી એક કાર માલિકે તેની કારના કેબલ વાયરને ઉંદર કતરવા બદલ લાખ રૂપિયાથી વધુના વળતરની માંગ કરી છે. તે વળતર માટે એપાર્ટમેન્ટ એસોસિએશનના પ્રમુખને ધમકી પણ આપી રહ્યો છે. આ પછી એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી (apartment residents went to the police station) છે.

આ પણ વાંચો:આને કહેવાય પ્રાણી પ્રેમ: ક્રિશનો બર્થડે ઉજવવા 5,000 લોકોને નોનવેજનું ભોજન

એપાર્ટમેન્ટની સામે જ કચરો ઠાલવવામાં આવ્યો હતો. કાર માલિકનો આરોપ છે કે, ઉંદર મારી કારના વાયરને કતરી ગયો હતો. ઇનોવા કારના કેબલ વાયરને ઉંદર કતરી ગયો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે, કાર માલિકે વળતરની માંગ કરી છે અને એપાર્ટમેન્ટના રહેવાસીઓને હેરાન કર્યા છે. આ અંગે આરટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details