ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુનિવર્સિટીના કુલપતિ તરીકે મુખ્યપ્રધાન! રાજ્યપાલ અને પ.બંગાળ સરકાર વચ્ચેના ઘર્ષણમાં નવો ટર્ન - યુનિવર્સિટીઓના ચાન્સેલર

રાજ્યપાલ સાથેના પશ્ચિમ બંગાળ સરકારના ઘર્ષણમાં ગુરુવારે નવો વળાંક આવ્યો હતો. રાજ્ય કેબિનેટે નિર્ણય લીધો છે કે રાજ્યપાલ (Universities in West Bengal) હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર (CM AS Vice Chancellor of State University) તરીકે ફરજ બજાવશે નહીં. એના બદલે આ જવાબદારી મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આપી દેવામાં આવી છે.

યુનિવર્સિટીના કુલપતિ તરીકે મુખ્યમંત્રી! રાજ્યપાલ અને પ.બંગાળ સરકાર વચ્ચેના ઘર્ષણમાં નવો ટર્ન
યુનિવર્સિટીના કુલપતિ તરીકે મુખ્યમંત્રી! રાજ્યપાલ અને પ.બંગાળ સરકાર વચ્ચેના ઘર્ષણમાં નવો ટર્ન

By

Published : May 26, 2022, 10:17 PM IST

કોલકાતા: રાજ્યપાલ સાથેના પશ્ચિમ બંગાળ સરકારના ઘર્ષણમાં ગુરુવારે નવો વળાંક આવ્યો હતો. રાજ્ય કેબિનેટે નિર્ણય લીધો છે કે રાજ્યપાલ હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર (CM AS Vice Chancellor of State University) તરીકે ફરજ બજાવશે નહીં. છેલ્લા કેટલાક સમયથી રાજ્યપાલ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ખેંચતાણ (Conflict Between Governor and Govt) જોવા મળી રહી છે. કેબિનેટે એવો નિર્ણય લીધો છે કે, રાજ્ય સંચાલિત યુનિવર્સિટીના કુલપતિ તરીકે મુખ્યપ્રધાન (CM AS Vice Chancellor of State University) રહેશે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને લઈને મહત્વનો આપ્યો ચુકાદો

કાયદામાં સુધારો થશે: પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાન બ્રાત્યા બાસુએ ગુરૂવારે કેબિનેટની એક બેઠક બોલાવી હતી. આ પછી આ મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર મુખ્ય પ્રધાનને રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓના ચાન્સેલર બનાવવા માટે વિધાનસભામાં કાયદામાં સુધારો કરશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે વિવિધ મુદ્દાઓ પર પશ્ચિમ બંગાળ સરકાર સાથે વારંવારની ચર્ચાઓ કરીને આ નિર્ણય લીધો છે. સમગ્ર યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂકોનો સમાવેશ થાય છે. રાજ્યપાલ ધનખરે અગાઉ રાજ્ય સરકાર પર રાજભવનની સંમતિ વિના રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂક કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, આ કારણે પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો આવે એવા એંધાણ છે.

ABOUT THE AUTHOR

...view details