- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી ભવાનીપુર બેઠક પરથી જીત્યા પેટા ચૂંટણી
- મમતા બેનરજીએ સ્પર્ધક ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,389 વોટથી હરાવ્યાં
- TMC પ્રમુખ મમતા બેનરજી લાંબા સમયથી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યાં છે
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં પોતાના સ્પર્ધક ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,000થી વધુના વોટથી હરાવ્યા છે. છેલ્લા રાઉન્ડની મત ગણતરી પછી મમતા બેનરજીએ 58,389 મતના અંતરથી જીત મેળવી લીધી છે. આપને જણાવી દઈએ કે, ભવાનીપુર વિધાનસભા બેઠક મમતા બેનરજીની પરંપરાગત બેઠક છે. TMC પ્રમુખ લાંબા સમયથી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યાં છે.
ભાજપ ઉમેદવારે પ્રિયંકા ટિબરેવાલે મમતા બેનરજીને શુભેચ્છા આપી હતી
મમતા બેનરજીને કુલ 84,709 વોટ મળ્યા છે. જ્યારે ભાજપનાં ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 26,320 વોટ મળ્યા છે. તો CPM ઉમેદવાર શ્રીજીવ બિશ્વાસને 4,201 વોટ મળ્યા છે. તો પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારતા મમતા બેનરજીને શુભેચ્છા આપી હતી. ભવાનીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત્યા પછી મુખ્યપ્રધાન મમતા બેનરજી કોલકાતામાં પોતાના આવાસની બહાર આવ્યાં હતા અને ત્યાં હાજર સમર્થકોનું અભિવાદન કર્યું હતું. આ સિવાય શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર પણ TMC ઉમેદવાર લીડ બનાવી રાખ્યા છે.
બપોરે લાગતું હતું કે, મમતા બેનરજી ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જીતનો રેકોર્ડ બનાવી શકે છે
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન 20મા રાઉન્ડની મત ગણતરી પછી ભાજપનાં પ્રિયંકા ટિબરેવાલથી 56,388 વોટથી આગળ ચાલી રહ્યાં હતાં. બપોરે 1.46 વાગ્યા સુધીમાં એવું લાગતું હતું કે, TMC અધ્યક્ષ મમતા બેનરજી ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જીતનો રેકોર્ડ બનાવી શકે છે. 19મા રાઉન્ડની મત ગણતરી પછી મમતા બેનરજી ભાજપ ઉમેદવારથી 52,018 વોટથી આગળ ચાલી રહ્યા હતા.