ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bengal By-Election Results: 11મા રાઉન્ડની મતગણતરી પછી મમતા બેનરજી 34,000 વોટથી આગળ - Priyanka Tibrewal

પશ્ચિમ બંગાળની ભવાનીપુર, શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે 11મા રાઉન્ડની મતગણતરી પછી મુખ્યપ્રધાન મમતા બેનરજી (CM Mamata Banerjee) ભવાનીપુરથી પોતાના સ્પર્ધક ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલથી 34,000 વોટથી આગળ છે.

Bengal By-Election Results: 11મા રાઉન્ડની મતગણતરી પછી મમતા બેનરજી 34,000 વોટથી આગળ
Bengal By-Election Results: 11મા રાઉન્ડની મતગણતરી પછી મમતા બેનરજી 34,000 વોટથી આગળ

By

Published : Oct 3, 2021, 1:51 PM IST

  • પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠક પર થયેલી પેટાચૂંટણીનો મામલો (Bengal By-Election)
  • ભવાનીપુર, શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે
  • 11મા રાઉન્ડની મતગણતરી પછી મુખ્યપ્રધાન મમતા બેનરજી (CM Mamata Banerjee) સ્પર્ધક ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલથી (Priyanka Tibrewal) 34,000 વોટથી આગળ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની ભવાનીપુર, શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે 11મા રાઉન્ડની મતગણતરી પછી મુખ્યપ્રધાન મમતા બેનરજી ભવાનીપુરથી પોતાના સ્પર્ધક ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલથી 34,000 વોટથી આગળ છે. TMC શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર પણ લીડ કરી રહી છે.

12.38 PM

ચૂંટણી આયોગના આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં 11મા રાઉન્ડની મતગણતરી પછી 34,000 વોટથી આગળ ચાલી રહ્યાં છે.

12:03 PM

મુખ્યપ્રધાન મમતા બેનરજીની ભવાનીપુર બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં જીત પાકી માનવામાં આવી રહી છે. જ્યારે નવમા રાઉન્ડની ગણતરી પછી મમતા બેનરજીએ 28,825 મતોથી લીડ બનાવી છે. આ તમામની વચ્ચે કોલકાતામાં મમતા બેનરજીના આવાસની બહાર TMC કાર્યકર્તાઓની ભીડ જમા થઈ ગઈ છે. TMC કાર્યકર્તાઓ અને સમર્થકોએ અત્યારથી ઉજવણી શરૂ કરી દીધી છે.

11.40 AM

મુખ્યપ્રધાન મમતા બેનરજી ભવાનીપુર પેટાચૂંટણીમાં જીત તરફ આગળ વધી રહ્યાં છે. સાતમા રાઉન્ડની મતગણતરી પછી મમતા બેનરજી 27,502 વોટથી આગળ છે.

21 રાઉન્ડની મતગણતરી થશે

બંગાળના હાઈવોલ્ટેજ ભવાનીપુર બેઠક પર મત ગણતરી શરૂ થઈ ગઈ છે. હવે જોવું એ રહેશે કે, મુખ્યપ્રધાન મમતા બેનરજી સરળતાથી જીત મેળવે છે કે, ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ કોઈ સરપ્રાઈઝ આપશે. વામપંથી ઉમેદવાર શ્રીજીબ બિશ્વાસ પણ આત્મવિશ્વાસથી ભરેલા છે. 21 રાઉન્ડમાં મતગણતરી થશે.

મમતા બેનરજીએ મુખ્યપ્રધાન પદ પર ટકી રહેવા માટે ચૂંટણી જીતવી જરૂરી

ભવાનીપુર બેઠક પર TMCના સુપ્રીમો મમતા બેનરજીનો મુકાબલો ભાજપના પ્રિયંકા ટિબરેવાલ અને સીપીએમના શ્રીજીવ બિશ્વાસ સાથે છે. આ વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ ચૂંટણી ક્ષેત્રથી હારનારા મમતા બેનજીને મુખ્યપ્રધાન પદ પર ટકી રહેવા માટે પેટા ચૂંટણી જીતવી જરૂરી છે.

ભવાનીપુર પર આજે સૌની નજર રહેશે

ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં ગુરુવારે થયેલી પેટાચૂંટણીમાં 57 ટકાથી વધુ મતદાન થયું હતું. આ ચૂંટણી ક્ષેત્રથી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યાં છે. મુર્શિદાબાદના શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર ક્રમશઃ 79.92 અને 77.63 ટકાનો મતદાન દર નોંધાયો છે. જ્યાં 2 ઉમેદવારોના મોત પછી એપ્રિલ-મે વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન રદ કરવું પડ્યું હતું.

પીપલી વિધાનસભા બેઠકનું પરિણામ પણ આજે આવશે

તો ઓડિશાના પુરી જિલ્લાની પીપલી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની મતગણતરી આજે થશે. બીજદ ધારાસભ્ય પ્રદીપ મહારથીનું ગયા વર્ષે ઓક્ટોબરમાં નિધન થયા પછી આ બેઠક ખાલી થઈ હતી. આ માટે આ બેઠક પર પેટા ચૂંટણી કરાવવામાં આવી હતી. સત્તાધારી બીજુ જનતા દળ (બીજદ)ના ઉમેદવાર રુદ્રપ્રતાપ મહારથી, ભાજપના ઉમેદવાર આશ્રિત પટનાયક અને કોંગ્રેસ ઉમેદવાર બિશ્વકેશન હરિચંદન મહાપાત્ર સહિત 10 ઉમેદવાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે.

આ પણ વાંચો-પ.બંગાળ પેટા ચૂંટણીના પરિણામો: શું મમતા બેનર્જી મુખ્યપ્રધાન પદ જાળવી શકશે?

આ પણ વાંચો-ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી

ABOUT THE AUTHOR

...view details