- આપના નેતા સંજય સિંહ લખનઉમાં અખિલેશ યાદવને મળ્યા
- ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મુલાકાત
- આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચા
લખનઉ: આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022) પહેલા, આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાના સાંસદ સંજય સિંહ બુધવારે લખનઉમાં સમાજવાદી પાર્ટીના(Samajwadi Party in Lucknow) પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા હતા.જાણવા મળી રહ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં(Assembly Elections UP) ગઠબંધનને લઈને વાતચીત થઈ હતી.
ચૂંટણીમાં નાના પક્ષોને સાથે લઈને સત્તાની રાજકીય ખુરશી પર કબજો કરવાની તૈયારી
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને સાથે લઈને સત્તાની રાજકીય ખુરશી પર કબજો કરવાની તૈયારીઓને આગળ ધપાવી રહેલી સમાજવાદી પાર્ટી પણ રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.
અખિલેશ યાદવે(Samajwadi Party Akhilesh Yadav) એક દિવસ પહેલા જ જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી અને આજે અખિલેશ યાદવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ(AAP MP Sanjay Singh) સાથે મુલાકાત કરી. બન્ને લોકો વચ્ચે ગઠબંધન અંગે પ્રારંભિક વાતચીત થઈ ગઈ છે તેમજ આગામી થોડા દિવસોમાં ગઠબંધનનું અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સમાજવાદી પાર્ટી અનેક નાના પક્ષોને તેની સાથે જોડી દીધા