દેહરાદૂન:મતગણતરી પહેલા પૂર્વ સીએમ હરીશ રાવતે (Former CM Harish Rawat) આરોપ લગાવ્યો છે કે, હરિદ્વારના સ્ટ્રોંગ રૂમમાં (Strong room) લાગેલા સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. સાથે જ તેમણે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારીને આ મામલે સંજ્ઞાન લેવા જણાવ્યું છે. સ્ટ્રોંગ રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હોય તો ચૂંટણી નિષ્પક્ષ હોવા અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે. સ્ટ્રોંગ રૂમના સીસીટીવી કેમેરા બંધ કરવા અંગે હરીશ રાવતની ફરિયાદ પર રાજકારણ ગરમાઈ શકે છે.
આ પણ વાંચો:PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!
હરિદ્વારમાં સ્ટ્રોંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા ત્રણ વખત બંધ થયા
પૂર્વ સીએમ હરીશ રાવતે ટ્વીટ કરીને લખ્યું છે કે, શું ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારી એ હકીકત પર ધ્યાન આપશે કે હરિદ્વારની અંદરના સ્ટ્રોંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા અત્યાર સુધીમાં ત્રણ વખત બંધ કરવામાં આવ્યા છે. 1-2 કેસમાં રાજ્ય સરકારની પ્રતિષ્ઠા દાવ પર લાગી હોવાની લોકોને પ્રબળ શંકા છે.