અમદાવાદ: બીટ તમને ઘણી રીતે ફાયદાકારક છે કેમકે તેમાં તેમાં મેંગેનીઝ, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને આયર્ન તેમજ વિટામિન સી છે. તો જાણીએ આજે બીટના અલગ અલગ ફાયદાઓ અને તેનો ઉપયોગ.
ત્વચા માટે પણ ફાયદાકારક: બીટ એ બળતરા વિરોધી ગુણો ત્વચા માટે પણ ફાયદાકારક છે. હવે જો આપણે બીટની છાલની વાત કરીએ તો તે પણ એટલા જ ફાયદાકારક છે, પરંતુ તેના ગંદા દેખાવને કારણે તેને કાઢીને ફેંકી દેવામાં આવે છે. જો આ છાલને યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તમે તમારા ખોરાકમાં જો બીટનો સમાવેશ કરો છો તો તમારી ત્વચાને પણ ફાયદાકારણ છે અને તેની સાથે તમને શક્તિ પણ મળશે. બીટની છાલને પાણીમાં ઉકાળીને તેમાં લીંબુનો રસ ઉમેરો. થોડી વાર રાખ્યા બાદ તમે તેને તમારી ચામડી પર લગાવો. તમે પરિણામ થોડા જ દિવસોમાં જોવા મળશે, ત્વચા પર ગ્લો દેખાશે અને ડેડ સ્કિન સેલ્સ પણ દૂર થવા લાગશે.
હોઠ સ્ક્રબ: બીટની સાથે તેની છાલ પણ એટલી જ ઉપયોગી છે. કેમ કે તેમાંથી તમે હોઠ સ્ક્રબ બનાવી શકો છો. જી હા બીટરૂટની છાલથી લિપ સ્ક્રબ બનાવવા માટે બીટરૂટની છાલને છીણી લો. તેમાં ખાંડ ઉમેરો અને તેને આંગળીઓમાં લઈને હોઠ પર ઘસવાનું શરૂ કરો. થોડા જ દિવસોમાં તમારા હોઠમાં બદલાવ આવશે. બીટરૂટની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પાણીને ગાળીને બોટલમાં ભરી લો. બીટરૂટનો રસ ત્વચા પર ટોનર તરીકે વાપરી શકાય છે. આ લગાવવાથી તમારા લુકમાં વધારો થશે.