નવી દિલ્હીઃદિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ ધ રીટ્રીટ સેરેમની(BEATING RETREAT CEREMONY 2022 ) ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થઈ. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)સ્થળ પર પહોંચ્યા જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ ત્રણેય સેનાના વડાઓએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી. રાષ્ટ્રપતિના અંગરક્ષકો દ્વારા રાષ્ટ્રપતિને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. આ દરમિયાન એક હજાર ડ્રોનથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું.
બીટિંગ ધ રીટ્રીટ સમારોહ માટે પહોંચ્યા
આ સમારોહમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્રસ્થાન પહેલા તેમના અંગરક્ષકોએ તેમને સલામી આપી હતી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, 46 અંગરક્ષકો સાથે, ગૌરવ સાથે બીટિંગ ધ રીટ્રીટ સમારોહ માટે પહોંચ્યા.
આ પણ વાંચોઃPM Modi In NCC Rally : NCC કેડેટ્સ વચ્ચે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા વડાપ્રધાન મોદી