ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BCCI દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમમાં કાર્યાલય ખોલે તેવી સંભાવના - જય શાહ

BCCIની ઓફિસ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ખુલી શકે છે. તાજેતરમાં BCCI(The Board of Control for Cricket in India)ના સેક્રેટરી જય શાહ અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ અરુણ જેટલી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન તેઓ DDCA(The Delhi & District Cricket Association)ના પ્રમુખ રોહન જેટલીને મળ્યા અને સ્ટેડિયમમાં રહેલી સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી.

BCCI દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમમાં કાર્યાલય ખોલે તેવી સંભાવના
BCCI દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમમાં કાર્યાલય ખોલે તેવી સંભાવના

By

Published : Mar 31, 2021, 3:44 PM IST

  • BCCIના સેક્રેટરી અને ઉપપ્રમુખે એરુણ જેટલી સ્ટેડિયમની મુલાકાત લીધી
  • BCCIની દિલ્હીના જનપથમાં ઓફિસ હતી
  • જનપથમાંથી દક્ષિણ દિલ્હીમાં ઓફિસ હતી
  • હાલ દિલ્હીમાં BCCIની કોઈ ઓફિસ નથી

નવિ દિલ્હીઃ BCCI સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે BCCI દિલ્હીમાં ઓફિસ ખોલવાનું વિચારી રહી છે. આ માટે DDCA તરફથી BCCIને અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓફિસ ખોલવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે અને DDCA BCCIને તમામ જરૂરી પાયાની સુવિધાઓ પુરી પાડશે.

આ પણ વાંચોઃ શ્રેયસ ઐયર ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની બાકીની 2 વન-ડે મેચમાંથી થયો બહાર

વાનખેડે સ્ટેડિયમમાં છે મુખ્ય કાર્યાલય

ઉલ્લેખનીય છે કે BCCIની મુખ્ય ઓફિસ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં છે. જ્યારે અનુરાગ ઠાકુર BCCIના પ્રમુખ હતા ત્યારે દિલ્હીના જનપથમાં BCCIની ઓફિસ હતી. જનપથ પછી BCCIની ઓફિસ દક્ષિણ દિલ્હીમાં હતી. ત્યારબાદથી BCCIની દિલ્હીમાં કોઈ ઓફિસ નથી. હાલ BCCI દિલ્હીમાં ઓફિસ ખોલવાનું વિચારી રહી છે.

આ પણ વાંચોઃ બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન

ABOUT THE AUTHOR

...view details