મુંબઈ:BCCI (Women IPL)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે (Indian Premier League) જણાવ્યું હતું કે, બોર્ડ 2023 થી મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ કરવાની યોજના બનાવી (BCCI to launch women IPL next year) રહ્યું છે. જ્યારે એક વર્ષના ગાળા બાદ પરત ફરતી વખતે આ સિઝનમાં ચાર પ્રદર્શન મેચો યોજાશે.
આ પણ વાંચો:E Scooter Fire Accident : નવા ઈ-સ્કૂટરમાં ચાર્જિંગ વખતે થયો વિસ્ફોટ, પિતા-પુત્રીનું કરૂણ મોત
મહિલા IPL શરૂ ન કરવા બદલ ટીકા:BCCIની ભૂતકાળમાં મહિલા IPL શરૂ ન કરવા બદલ ટીકા થઈ હતી. આગામી સિઝનમાં લીગ શરૂ કરવા માટે તેને વાર્ષિક સામાન્ય સભા (AGM)ની મંજૂરીની જરૂર પડશે. બોર્ડ પ્રારંભિક તબક્કામાં પાંચ કે છ ટીમોનું આયોજન કરી રહ્યું છે. પુરૂષોની IPLની 10 વર્તમાન ફ્રેન્ચાઈઝીઓને મહિલા IPL ટીમો ખરીદવાની પ્રથમ તક આપવામાં આવશે.
વુમન્સ IPL 2023માં શરૂ થશે: એવું જાણવા મળ્યું છે કે, ઓછામાં ઓછી ચાર પુરૂષ IPL ફ્રેન્ચાઇઝીઓ BCCI પાસેથી જાણવામાં રસ ધરાવે છે, કે જો તેઓ મહિલા IPLમાં રોકાણ કરવાનું પસંદ કરે તો તેમને કેટલો ફાયદો થશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે અહીં IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આ (સંપૂર્ણ મહિલા IPL) માટે AGMની મંજૂરીની જરૂર પડશે. અમે તેને આવતા વર્ષે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ફેબ્રુઆરીમાં પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ગાંગુલીએ કહ્યું હતું કે, વુમન્સ IPL 2023માં શરૂ થશે.