નવી દિલ્હી: ઈન્ડિયમ પ્રીમિયર લીગના (Indian Premier League Tournament)નવા મીડિયા રાઈટ્સની (IPL media rights) હરાજી પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટુર્નામેન્ટમાં મેચની (New 18-match bundle will add) સંખ્યમાં વધારો કરવાના સંકેત આપી દીધા છે. જે રીચલીગમાં પ્રતિ સીઝન 2023-27માં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ ચક્રના પહેલા બે વર્ષ 2023 અને 2024માં 74 મેચ ટુર્નામેન્ટમાં રમાશે. આ પછીના સત્રમાં કુલ 84 જેટલા મેચ હોઈ શકે છે.
આવનારી IPL ટુર્નામેન્ટના મેચમાં થશે આ મોટો ફેરફાર, BCCIએ આપ્યા આ મોટા સંકેત - ભારતીય ક્રિકેટ બોર્ડ
IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League Tournament) વર્ષ 2023 અને 2024ની સીજનમાં 74-74 મેચ રહેશે. પણ એ પછીના વર્ષોમાં એટલે કે, વર્ષ 2025થી 2027 વચ્ચે આ ટુર્નામેન્ટમાં રમાતા મેચની સંખ્યામાં બીજા (New 18-match bundle will add) 10થી20 મેચનો વધારો થઈ શકે એમ છે.
આ પણ વાંચો:બંગાળની રણજી ટીમે 129 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 9 બેટ્સમેને કર્યા 50થી વધારે રન
આ છે મુંઝવણ: રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છએ કે, સીઝનના પાંચમા અને અંતિમ સત્રમાં મેચની સંખ્યમાં વધારો થશે. જે વધીને 94 થઈ શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડે 84 મેચનો એક ઓપ્શન પણ ખુલ્લો રાખ્યો છે. જો આ યોજના લાગુ પડે છે તો જોવાનું એ રહેશે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ IPLની દરેક ટીમ માટે ટોટલ મેચને કેવી રીતે ડિવાઈડ કરશે. જેથી ટોટલ 94 કે 84 મેચમાં આખી ટુર્નામેન્ટ પૂરી કરી શકાય. અત્યાર સુધીમાં પાંચ ટીમ પછી પણ બે ગ્રૂપમાં ડિવાઈડ કરવામાં આવે છે. જેમાં દરેક ટીમ પોતાના ગ્રૂપમાં ચાર અન્ય ટીમ સાથે બે વખત મેચ રમે છે. જો પ્લેઓફના મેચને સામિલ કરવામાં આવે તો આ સંખ્યા 74 સુધી પહોંચી શકે છે. કુલ મળીને પાંચ વર્ષમાં પેકેજ સી માં ટોટલ મેચની સંખ્યા 96 હશે.