નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે તેમની 500 મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યા છે. આ બદલ વિરાટ કોહલીને તેમના પ્રશંસકો, ચાહકોએ શુભેચ્છાઓ અને અભિનંદન આપી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિરાટ કોહલીને તેની આ સિદ્ધિ પર અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે BCCI એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, ટીમ ઈન્ડિયા માટે 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર કોહલીને અભિનંદન.
ચાહકોનો પ્રેમ : BCCI દ્વારા શેર કરવામાં આવેલા ટ્વીટ પર ઘણા ફેન્સ અને ફોલોઅર્સ વિરાટ કોહલીને અલગ અલગ રીતે અભિનંદન આપી રહ્યા છે. કેટલાક કોહલીની તસવીર શેર કરી રહ્યા છે. તો કેટલાક તેના વિશે કોમેન્ટ લખી રહ્યા છે. આ કોમેન્ટ અને તસવીરો જોઈને તમને પણ કોહલી વિશે પ્રતિક્રિયા આપવાનું મન થઈ શકે છે.
આજની મેચ ખાસ :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભરોસાપાત્ર ખેલાડી વિરાટ કોહલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં પ્લે ઇલેવનમાં છે. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર તેઓ પોતાની 500 મી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ સાથે જ વિરાટ કોહલી આજે વધુ એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરશે. આજની મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 100 મી ટેસ્ટ મેચ હશે જેને બંને ટીમો યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.
કિંગ કોહલી :ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે તેની 500 મી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાશે. કોહલી માટે આ મેચ ખાસ રહેવાની છે. આ કારણે કોહલીના ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી છઠ્ઠા ક્રમે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સદીઓમાં કોહલી માત્ર સચિન તેંડુલકરની પાછળ છે. કોહલી 500 મેચમાં સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બનશે.
- Surat News : ચેન્નઈ સુપર કિંગ 10મી વાર ફાઇનલમાં પહોંચતા રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાએ શુભેચ્છા પાઠવી
- Mahakaleshwar Temple: વિરાટ અને અનુષ્કા બાબા મહાકલના દર્શને પહોંચ્યાં, ભગવાનને આ પ્રાર્થના કરી