નવી દિલ્હીઃ IPL 2022 નવા નિયમો (IPL 2022 New Rules) સાથે રમાશે. વાસ્તવીકમાં, BCCIએ IPLના નિયમોમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. હવે IPLની દરેક મેચમાં એક ટીમ ચાર વખત રિવ્યુ લઈ શકશે. એટલે કે, ટીમને બેટિંગ અને બોલિંગ દરમિયાન 2-2 વખત સમીક્ષા કરવાનો અધિકાર હશે. આ સાથે કેચ આઉટ અને રન આઉટના DRSના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
આખી ટીમ કોરોનાથી સંક્રમિત થાય તો શુ કરવાનું -કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને, ટુર્નામેન્ટના સમયપત્રકમાં ફેરફાર કરવાનો અવકાશ છે. જો કોઈ ટીમ કોરોનાને કારણે આખા 11 ખેલાડીઓ (જેમાંથી ઓછામાં ઓછા સાત ભારતીયો જરૂરી છે) મેદાનમાં ઉતારી શકતી નથી. તો તે મેચ ફરીથી યોજવામાં આવશે. જો બાદમાં પણ મેચનું આયોજન નહીં થાય તો મામલો ટેકનિકલ સમિતિ પાસે જશે અને સમિતિ તેના પર નિર્ણય લેશે. અગાઉ IPLમાં એવો નિયમ (IPL 2022 New Rules) હતો કે, જો કોરોનાને કારણે મેચ ન થઈ શકે તો ફરીથી તેનું આયોજન કરવામાં આવશે. જો બીજી વખત પણ મેચનું આયોજન કરવામાં નહીં આવે તો જે ટીમ તેના 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકશે નહીં તે હારનાર માનવામાં આવશે. આ સાથે વિરોધી ટીમને બે પોઈન્ટ આપવામાં આવશે.
DRSનો નિયમ પણ બદલાયો -અગાઉ IPLમાં એક દાવમાં એક DRS મળતું હતું. મેચમાં એકંદરે બંને ટીમોએ ચાર DRS (Changes in DRS in IPL) કર્યા હતા. એક ટીમમાં બે DRS હતા, એક બેટિંગ માટે અને એક બોલિંગ માટે. ક્રિકબઝના સમાચાર મુજબ, હવે એક ટીમ પાસે ચાર DRS હશે. બેટિંગ કરતી વખતે બેનો ઉપયોગ કરી શકાય છે અને બોલિંગ કરતી વખતે બે DRSનો ઉપયોગ કરી શકાય છે. આનો અર્થ એ થયો કે જો એક DRS ખોવાઈ જાય તો પણ ટીમ પાસે એક DRS બાકી રહેશે.